Gujarati News

Gujarati News

News of Friday, 1st May 2020

અમદાવાદમાં વધારે ૧૧ પોલીસકર્મીનો કોરોનાગ્રસ્ત

૧૧૬ પોલીસ જવાનો કોરોનાગ્રસ્ત

અમદાવાદ, તા. ૩૦ : કોરોના કહેરમાં હવે કોરોના વોરિઅર્સ પોલીસ જવાનો પણ સપડાવા લાગતાં પોલીસ તંત્રમાં ભારે ચિંતાની લાગણી પ્રસરી ગઇ છે. કોરોના વાઇરસના કેસો અમદાવાદમાં વધી રહ્યાં છે જેમાં પોલીસકર્મીઓની પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં વધુ ૧૧ પોલીસકર્મીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કુલ ૧૧૬ પોલીસકર્મીઓ કોરોના વાઈરસનો ભોગ બન્યા છે જેમાં ૩૬  સ્થાનિક પોલીસકર્મી અને ૮૦ અન્ય ફોર્સના જવાનોનો સમાવેશ થાય છે. અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, તમામ પોલીસકર્મીઓ સારામાં સારી સારવાર લઈ રહ્યા છે અને વધુ ૧૭ પોલીસકર્મીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

            કન્ટેઈનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા તમામ પોલીસકર્મીઓને ચેપથી બચવા માટે ફેસશિલ્ડ આપવામાં આવ્યા છે.  તંત્ર દ્વારા પોલીસ અને સુરક્ષા જવાનોના કોરોના ટેસ્ટ માટે સતત પ્રયાસો અને પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે. શહેર પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે, લોકડાઉનનો ભંગ કરનારા સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. લોકડાઉનમાં અત્યાર સુધી ૮૮૦૦થી વધુ ગુના નોંધી ૧૬૪૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે. લોકડાઉનમાં વગર કારણે બહાર નીકળનારા લોકોના વાહનો જપ્ત કરવામાં આવે ચેમ પોલીસ રોજના ૭૦૦ વાહનો જપ્ત કરી રહી છે.

(9:37 pm IST)