Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

ભાજપની ચાલ, ચરિત્રહીનતા અને બનાવટી ચહેરાની સામે લડતો સતત રહીશ ;શંકરસિંહ વાઘેલાનો હુંકાર

બાપુએ કહ્યું ભય ભૂખ અને ભ્રષ્ટ્રાચારથી લોકો ત્રસ્ત :રાજ્યને બીજેપીથી મુક્ત કરાવવા પ્રતિજ્ઞાસ સાથે ગાંધીનગરમાં કાર્યાલય શરૂ

અમદાવાદ :રાજ્યના સ્થાપના દિને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ ગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની પ્રતિમા પાસે પ્રતિજ્ઞા લીધી હતી કે તેઓ રાજ્યમાં ભાજપ ઝઝૂમશે. બાપુએ હુંકાર ભરતા કહ્યું હતું કે ભાજપની ચાલ, ચરિત્રહીનતા અને બનાવટી ચહેરાની સામે તે લડશે.

  શંકરસિંહ વાઘેલા અમદાવાદના નહેરૂ બ્રીજ પાસે આવેલી ઇન્દુચાચાની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી અને જણાવ્યું હતું કે 'ભય ભૂખ અને ભ્રષ્ટાચારવાળા ભ્રામક સૂત્રોથી બીજેપી સરકાર સત્તા કબ્જે કરવામાં સફળ થઈ છે, હકિકતમાં આજે ગુજરાતની પ્રજા ભયથી ધ્રૂજે છે, ભૂખમરાથી સબડે છે. વિચિત્ર ચાલ ચરિત્રહિનતા અને બનાવટી ચહેરાવાળા, અને રાજ્ય અને દેશ કરતાં પોતાનો પક્ષ મહાન તેવી માન્યતા ધરાવતા ભાજપ રક્ષકના બદલે ભક્ષક બન્યો છે

  . ભાજપે ગરવી ગુજરાતને વરવી ગુજરાત બનાવ્યું છે. ભાજપના ભ્રષ્ટ શાસકો પાસેથી ગુજરાતને મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ ગુજરાતને બીજેપીમાંથી મુક્ત કરાવવા માટે હું ઝઝૂમીશ' શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રતિજ્ઞા સાથે શંકરસિંહ વાઘેલા ગાંધીનગર ખાતે ફરીથી રાષ્ટ્રવાદી કોંગ્રેસનું કાર્યાલય શરૂ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે શંકરસિંહ વાઘેલાએ રાજ્યના સ્થાપના દિનની પૂર્વ સંધ્યાએ એવો દાવો કર્યો છે કે ગુજરાતના રાજ્યના ભાજપના અનેક ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને દેશમાં કોંગ્રેસની સરકાર બનશે એટલે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં પણ ભાજપની સરકાર ઉથલી જશે અને 23મી મેના રોજ રાજ્યમાં સરકાર ગબડી જશે

(1:22 pm IST)