Gujarati News

Gujarati News

News of Wednesday, 1st May 2019

કાંકરેજના માંડલા ગામે ખેતરમાં કામ કરતી યુવતીને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત

કાંકરેજ તાલુકાના માંડલામાં ખેતરમાં કામ કરી રહેલી મહિલાને ભૂંડે ગળાના ભાગે બચકાં ભરતા મોત નીપજ્યું છે.ઉર્મિલાબેન ચૌધરી નામની 28 વર્ષીય મહિલા ખેતરમાં કામ કરી રહ્યાં હતાં તે સમયે ભૂંડે હુમલો કરતા ગળાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.ગંભીર ઈજાઓના કારણે મહિલાનું મોત નીપજ્યું હતું. ઘટના અંગે થરા પોલીસને જાણ કરવામાં આવતા તપાસ હાથ ધરી હતી.

(7:47 pm IST)