Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બિટકોઇન પ્રકરણમાં અમરેલી એસપી જગદીશ પટેલના 36 બેન્ક એકાઉન્ટ: દ્વારકાની જમીનના દસ્તાવેજ મળ્યા

 

અમદાવાદ: બિટકોઇન કેસમાં ગુજરાત સીઆઈડી પાસે પોલીસ રીમાન્ડ હેઠળ રહેલા અમરેલીના એસપી જગદીશ પટેલને કોર્ટમાં રજુ વધુ રિમાન્ડની માગણી કરવામાં આવતા કોર્ટે 5મી એપ્રિલ સુધી પોલીસ રિમાન્ડ લંબાવી આપ્યા છે. સીઆઈડી દ્વારા કોર્ટને બંધ કવર આપ્યુ હતું.

   સુત્રોની માહિતી પ્રમાણે સીઆઈડી દ્વારા બંધ કવરમાં તેમને અમરેલીમાં દરોડા દરમિયાન હાથ લાગેલા જગદીશ પટેલના 36 બેન્ક એકાઉન્ટની માહિતી છે. તમામ એકાઉન્ટમાં ઓછામાં ઓછા દસ લાખ રૂપિયા પ્રત્યેક ખાતામાં હોવાનું જાણવા મળ્યુ છે. ઉપરાંત અનેક સ્થળે જગદીશ પટેલે જમીન ખરીદી હોવાના દસ્તાવેજ મળ્યા છે જેમાં દ્વારકા પાસે હજારો એકરમાં થઈ રહેલા રીસોર્ટમાં ભાગીદારી હોવાનું બહાર આવ્યુ છે.

   સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે જગદીશ પટેલને કોર્ટમાં રજુ કરી ફરાર સાત પોલીસને ધરપકડ કરવા માટે તેમજ તેમના વિવિધ ફોનની કોલ્સ ડિટેઈલ ચેક કરવા માટે તેમની પોલીસ કસ્ટડી હોવાની રજુઆત કરી હતી. જ્યારે રિમાન્ડ અરજીનો વિરોધ કરતા જગદીશ પટેલના વકીલ રોહીત વર્માએ કોર્ટને કહ્યુ હતું કે ફરાર પોલીસ કોન્સ્ટેબલ્સ સીઆઈડી સામે હાજર થવા માટે આવ્યા હતા પણ સીઆઈડીએ તેમની ધરપકડ કરી ન્હોતી. આમ હવે પછીની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂર નથી. કોર્ટે સરકારી વકીલની દલીલો સાંભળ્યા બાદ જગદીશ પટેલને 5મી મે સુઘી પોલીસ રીમાન્ડ આપવાનો આદેશ કર્યો હતો.

(1:21 am IST)