Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભણતરનાં અધિકારમાં કોઇપણ છેડછાડ ના થવી જોઇએ: દરેક સ્કૂલે RTE અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવો જ પડશે: ગુજરાત હાઇકૉર્ટ

અમદાવાદ :ગુજરાત હાઇકૉર્ટે RTE મામલે કડક વલણ અપનાવતા કહ્યું છે કે, દરેક સ્કૂલે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25 ટકા ગરીબ બાળકોને એડમિશન આપવું પડશે. મામલે કોઇપણ જાતનો ટાર્ગેટ ચલાવી લેવામાં નહી આવે. હાઇકૉર્ટે પણ સ્પષ્ટ કહ્યું છે કે ગરીબ બાળકોને ફળવાતી 25 ટકા અનામતનો અમલ થયો નથી.

   મામલે હાઇકૉર્ટે સરકાર પાસે જવાબ માંગ્યો છે. હાઇકૉર્ટે સરકાર પાસે જવાબ માંગતા કહ્યું કે, કઇ શાળામાં બાળકને પ્રવેશ આપવો તે પદ્ધતિ કઇ? ભણતરનાં અધિકારમાં ટાર્ગેટ સિસ્ટમ શું કામની છે? હાઇકૉર્ટે કહ્યું છે કે ભણતરનાં અધિકારમાં કોઇપણ જાતની છેડછાડ ના થવી જોઇએ.

   હાઇકૉર્ટનાં સવાલ પર સરકારે બચાવ કરતા કહ્યું કે, કાયદાનાં અમલમાં ઘણી તકલીફો સામે આવી છે. અંગે અનેક ફરિયાદો પણ મળી હતી. અમે મામલે સુધારાત્મક પગલા લઇ રહ્યા છીએ. સરકારે પણ કહ્યું છે કે રાજ્યમાં 100 ટકા RTE એક્ટનો અમલ થયો નથી.

   સરકારે હાઇકૉર્ટનાં ટાર્ગેટ સિસ્ટમ પરનાં પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે, અનામત રાખવી શક્ય હોવાથી ટાર્ગેટ સિસ્ટમ બનાવી હતી. હાઇકૉર્ટે ભારપૂર્વક કહ્યું છે કે કુલ બાળકો સામે 25 ટકા ગરીબ બાળકોને પ્રવેશ આપવો પડશે.

(1:18 am IST)