Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતુ રાજ્ય : સરકાર

ગુનેગારીને રોકવા પુરતા પગલા

અમદાવાદ,તા.૧ : ભરુચ જિલ્લા પ્રભારી મંત્રી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ભરુચની ધરતી પર કૌશલ્યવાન યુવાનોને એપ્રેન્ટીસશીપ યોજનામાં જોડવા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એકમાત્ર ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે વિકસતુ રાજ્ય છે. માળખાકીય સવલતો, કાયદો અને વ્યવસ્થા તેમજ શાંતિ સલામતીના કારણે વિપુલમાત્રામાં રોજગારી તકોનું સર્જન કરવામાં ગુરજરાત તેશમાં પ્રથમ છે. યુવાઓ પોતાના કૌશલ્ય દ્વારા રોજગારી મેળવી, જોબગીવર બને એવી શુભકામના તેમણએ પાઠવી હતી. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સંદર્ભે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ગુનાખોરી રોકવા રૂપિયા ૨૩૨ કરોડના ખર્ચે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં સીસીટીવી કેમેરાનું નેટવર્ક ઉભુ કર્યું છે. મુખ્યમંત્રીની રાહબરી હેઠળ રાજ્યમાં ૧૮ હજાર યુવાઓને પોલીસમાં ભરતી કરી છે.

(10:07 pm IST)