Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વલસાડના કુંડી ગામ નજીક બ્રિજ પર બસની ટક્કરે બાઈક સવાર યુવાને ઘટનાસ્થળેજ દમ તોડ્યો

વલસાડ: વલસાડના કુંડી ગામ પાસે આવેલા ઓવર બ્રિજ પર બસની ટક્કરે એક બાઇક સવાનું ઘટના સ્થળ મોત નિપજ્યુ હતું.વલસાડના કુંડી ગામ પાસે આવેલા ઓવર બ્રિજ પર દમણથી બિયરના ટીન ભરી આવતા મોટર સાઈકલ ચાલક નવસારી તરફ જઈ રહ્યો હતો. ત્યારે અચાનક બસ સાથે ટક્કર લાગતા બીલીમોરના મોટર સાઇકલ ચાલકનું મોત નીપજ્યું હતું. હાઇવે ઉપર બિયરના ટીન પડેલા જોવા મળતા હતા. આ ઘટના અંગે ડુંગરી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

(6:31 pm IST)