Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગાંધીનગર: સિવિલમાં 8માં માળેથી ઝંપલાવી યુવાને મોતને વ્હાલું કરતા દોડધામ

ગાંધીનગર: ગાંધીનગર સિવિલ હોસ્પીટલનું નવુ બહુમાળી બિલ્ડીંગ સ્યુસાઇડ પોઇન્ટ બન્યુ હોય તેમ આપઘાતના બનાવો વધી રહ્યા છે. સાંબરકાંઠાનાં 45 વર્ષિય યુવાને 3 દિવસ પહેલા ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લવાયો હતો અને 8માં માળે મેલ મેડીકલ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી. ત્યારે રવીવારની રાત્રે યુવાને ટોઇલેટ જવાનું કહીને બાથરૂમમાં જઇને બારીમાંથી ઝંપલાવીને આપઘાત કરી લેતા સિવિલમાં દોડધામ મચી ગઇ હતી.

સેકટર 7 પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત વિગતોનુંસાર સાબરકાંઠાનાં વિજયનગરનાં કાલવણ ગામનાં રહેવાસી 45 વર્ષિય દલપતભાઇ નાગાભાઇ ફેરાએ 3 દિવસ પહેલા ઘરે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કરતા ચોરવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે દાખલ કરાયા હતા. આ બનાવની જાણ ગાંધીનગરમાં રહેતા તેમનાં ભાઇને થતા યોગ્ય સારવાર માટે ગાંધીનગર સિવિલમાં લાવ્યા હતા અને સિવિલનાં નવા બિલ્ડીંગમાં 8માં માળે મેઇલ મેડીકલ વોર્ડમાં સારવાર ચાલી રહી હતી.

(6:31 pm IST)