Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વડોદરાઃ GUVNLના કર્મચારીઓનો વિદ્યુત સહાયકના પડતર પ્રશ્નો અંગે સુત્રોચાર

વડોદરાઃ જીયુવીએનએલના કર્મચારીઓએ આજે રેષકોર્સ સર્કલ ખાતે 50000થી વધુ કર્મચારીઓ અને 5000થી વધુ વિદ્યુત સહાયકોના પડતર પ્રશ્નો અંગે દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘે સરકાર દ્વારા વહેલી તકે કર્મચારીઓનો પ્રશ્ન ઉકેલવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના કર્મચારીઓ આજે જીયુવીએનએલની વડી કચેરી રેષકોર્સ સર્કલ ખાતે સવારે એકઠા થયા હતા. અને જીયુવીએનએલના 50,000થી વધુ કર્મચારીઓને 7મા પગાર પંચના એરીયર્સની રકમ ચૂકવવા, 5000 વિદ્યા સહાયકોના સ્ટાઇપન્ડના તફાવતની રકમ ચૂકવવાની માંગણી સાથે સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આજે સવારે આયોજીત આ કાર્યક્રમમાં સંઘના જનરલ સેક્રેટરી ગીરીશ જોષી, ઉપપ્રમુખ સુમનભાઇ પટેલ, જોઇન્ટ પ્રેસિડેન્ટ રમણભાઇ પ્રજાપતિ, ડે. પ્રેસિડેન્ટ હિમાંશુ બ્રહ્મભટ્ટ તેમજ જનરલ સેક્રેટરી આશિત સાવંત સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા.

(6:30 pm IST)