Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સુરત નજીક ટ્રેનમાંથી નીચે પટકાતા એન્જીનીયરીંગના વિદ્યાર્થીનો હાથ કપાયો

સુરતઃ સહારા દરવાજા નજીક ટ્રેનમાંથી એક એન્જિનીયરીંગના સ્ટુડન્ટનો ટ્રેનમાંથી પડી જતા એક હાથ કપાઈ ગયો હતો. ઘટનાની જાણ 108ને કરવામાં આવતા 108ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને સ્ટુડન્ટને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.વલસાડના કોસંબા રોડ પર પટેલ હિતેશ જગુભાઈ(ઉ.વ.19) પરિવાર સાથે રહે છે. હિતેશ ડિપ્લોમા ઈન પ્લાસ્ટિક એન્જિનીયરીંગનો અભ્યાસ કરે છે. આજ રોજ ઈન્ટર્વ્યુ હોવાના કારણે વલસાડથી સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાં નીકળ્યો હતો. દરમિયાન ટ્રેન સુરતના સહારા દરવાજા નજીક પહોંચી હતી. દરમિયાન અચાનક ટ્રેનમાંથી પડી ગયો હતો.

(6:30 pm IST)