Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વડોદરામાં પૈસા પરત આપવાની ના કહેતા મિત્રનું અપહરણ કરી મોતનેઘાટ ઉતારી દીધો

વડોદરા:હરણી વિસ્તારમાં એક યુવક સાથે મિત્રતાના નામે વિજય વકીલ અને તેના બે સાગરિતોએ જધન્ય કૃત્ય આચર્યુ હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.સૂરજ શાહ નામના એક યુવકનું ઉછીની રકમ પરત નહી કરવા માટે અપહરણ કરી હત્યા કરી હોવાના બનાવે સનસનાટી ફેલાવી છે. હરણી સંગમ ચાર રસ્તા નજીક તિલકપાર્ક સોસાયટીમાં રહેતા અને જ્યોતિષનું કામ કરતા શ્રુતિ સૂરજકુમાર શાહે પોલીસને જણાવ્યુ હતુ કે,મારા પતિ સૂરજ શાહ ઇલેક્ટ્રોનિક્સ સાધનોનુ રીપેરિગ કામ કરે છે અને પુત્ર નીલ આજવારોડની ખાનગી કોલેજમાં અભ્યાસ કરે છે.ગઇ તા.૨૫-૪-૨૦૧૮ના રોજ સાંજે ૬ વાગે મારા પતિ સૂરજ તેમના મિત્ર વિજય વકીલને મળવા માટે ગયા હતા અને દોઢક કલાકમાં આવુ છુ તેમ કહ્યુ હતુ. મોડી રાત સુધી સૂરજ નહી આવતા મામા અમૂલ વ્યાસને જાણ કરી તો તેમણે કહ્યુ હતુ કે,સૂરજને સાંજે સંગમ ચારરસ્તા પાસે જોયો હતો અને કથ્થઇ કલરની કારમાં હાલોલ તરફ ગયો છે.બીજે દિવસે સૂરજની શોધ જારી રાખી હતી અને ફોન બંધ આવતા કારેલીબાગ પોલીસને જાણ કરી હતી.
 

(6:30 pm IST)