Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મોડાસામાં બે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ સહીત દાગીનાની ચોરી કરી

મોડાસા:નગરના કોલેજ કેમ્પસ સામે હાઈવે માર્ગ પાસે આવેલ ફૈજે રસુલ પાર્ક સોસાયટીમાં આવેલ બે બંધ મકાનો તસ્કરોએ  નિશાન બનાવ્યા હતા અને મકાનના દરવાજાના તાળા-નકુચા તોડી ઘરમાં ઘૂસી સોના ચાંદીના દાગીના,રોકડ સહિત કિંમતી રેકર્ડની ચોરી કરતાં જ ચકચાર મચી હતી.
મોડાસા-ધનસુરા હાઈવે નજીક આવેલ નગરની ફૈજે રસુલપાર્ક સોસાયટીમાં ગત રવિવારે રાત્રે ઉતરી આવેલ તસ્કર ટોળકી એ બે બંધ મકાનોના તાળા-નકુચા તોડી મોટાપાયે ચોરીને અંજામ આપ્યો હતો.અમદાવાદની સોલા હોસ્પીટલમાં ફરજ બજાવતા ર્ડા.મોઈદ મેઘરજીયા ના જણાવ્યા મુજબ તેઓના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ તીજોરી,કબાટના લોક તોડી દર દાગીના અને રોકડ મળી આશરે ૪૦ હજાર રૂપિયાની મત્તા ચોરી લીધી હતી.
જયારે આજ સોસાયટીના રહીશ અને રવિવારે અમદાવાદ ગયેલા પટ્ટીવાલા પરીવારના બંધ મકાનમાં ઘૂસેલા તસ્કરોએ મોટાપાયે મત્તા ચોરી લીધી હતી. મકાન માલિક હજુ બહારથી આવ્યા ન હોઈ આ ઘરમાંથી કેટલા રૂપિયાની મત્તા ચોરાઈ એ બપોર સુધી જાણી શકાયું ન હતું. પરંતુ આ ચોરીની ચકચારી ઘટનાને પગલે પોલીસ ફરીયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઈ હતી.

(6:29 pm IST)