Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ખેડા જિલ્લામાં અકસ્માતના જુદા-જુદા ત્રણ બનાવમાં સાત મુસાફરો ઈજાગ્રસ્ત

ખેડા:જિલ્લામાં અકસ્માતના ત્રણ બનાવોમાં સાત મુસાફરોને ઈજા થઈ હતી. આ બનાવો અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ દસક્રોઈ તાલુકાના મંજૂલાબેન તા.૨૯-૪-૧૮ના રોજ અમદાવાદ -વડોદરા એક્સપ્રેસ હાઈવે માંકવા નજીક રોડ ક્રોસ કરતા હતા. ત્યારે પૂરઝડપે પસાર થતો અજાણ્યો વાહન ચાલક રાહદારીને ટક્કર મારી નાસી ગયો હતો. જેથી મંજુલાબેનને ઈજા થઈ હતી.
અકસ્માતનો બીજો બનાવ નડિયાદ-મહેમદાવાદ રોડ ઉપર સર્જાયો હતો. જેમાં ગત તા.૨૯-૪-૧૮ની સાંજે મોકમપુરાના ઉમેશભાઈ મણીભાઈ ચૌહાણ મોટર સાયકલ નં. જીજે-૦૭ એજે-૭૯૧૮ ઉપર પોતાની માતાને બેસાડી જઈ રહ્યાં હતા. ત્યારે અંધેજ નજીક પૂરઝડપે પસાર થતી આઈશર નં. જીજે-૦૭ વાયઝેડ -૧૩૫૮એ બાઈકને ટક્કર મારતા બાઈક ચાલક ઉમેશભાઈ તેમજ તેમની માતા લ-મીબેનને રોડ ઉપર પડી જતાં ઈજા થઈ હતી. અકસ્માતનો ત્રીજા બનાવમા ખેડા ધોળકા રોડ ઉપરથી રીતેશભાઈ વિજયભાઈ બાઢે (રહે. મહારાષ્ટ્ર) ગત તા.૨૯-૪-૧૮ના સવારે મારૂતીકાર નં. એમ.એચ.૦૪ જી-૭૬૧૮ લઈને જઈ રહ્યાં હતા. ત્યારે ગાંધીપુરા નજીક સામેથી પૂરઝડપે આવેલ ફોર્ડ ગાડી નં. જીજે-૦૫ જે-આર-૪૮૮૮ ધડાકાભેર કાર સાથે અથડાઈ હતી. જેથી કારમાં બેઠેલા રીતેષભાઈ બાઢે તેમના માસી ઉષાબેન દિનકર તબેલા, નિલેષભાઈ દિનકર તથા ડ્રાઈવર પ્રમોદભાઈ દેશરાજ યાદવને ઈજા થઈ હતી.

(6:29 pm IST)