Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમદાવાદ પોલીસે મહેમદાવાદના રાસ્કાના ફાર્મહાઉસમાં ક્રિકેટ મેચ પર જુગાર રમતા ચાર શખ્સોને રંગે હાથે દબોચ્યા

અમદાવાદ :પોલીસ ટીમે મહેમદાવાદ તાલુકાના રાસ્કા સીમમાં ફાર્મ હાઉસમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી પાડી ૨ લેપટોપ, ૩૬ મોબાઈલ મળી કુલ રૂ.૨,૪૩,૭૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આરઆરસેલ અમદાવાદ પોલીસને માહિતી મળેલ કે મહેમદાવાદ તાલુકાના રાસ્કા ગામની સીમમાં મહીજ રોડ, ખોડિયાર મંદિર સામે આવેલ રાકેશભાઈ મનુભાઈ પટેલના ફાર્મહાઉસમાં આઈપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમાય છે. જેથી પોલીસે દરોડો પાડતા ફાર્મમાંથી પ્રોજેક્ટર ઉપર રાજસ્થાન રોયલ્સ અને હૈદરાબાદ સનરાઈઝ ટીમો વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા કૃણાલ ઉર્ફે લાલો ચીનુભાઈ વ્યાસ (રહે. કૈલાસપતિ એપાર્ટમેન્ટ, મણીનગર , અમદાવાદ) ચિંતન રમેશભાઈ મારૂ (રહે. અલ્પાપાર્ક, ઘોડાસર, અમદાવાદ), હિતેષભાઈ ઉર્ફે લાલો રમેશભાઈ પટેલ (રહે.હરિદર્શન સોસાયટી, ઈસનપુર અમદાવાદ) તથા નિરવભાઈ નવીનભાઈ ઠક્કર (રહે. શીવમ એપાર્ટમેન્ટ ઈસનપુર, અમદાવાદ)ને આઈપીએલ ૨૦-૨૦ ક્રિક્ેટ મેચ ઉપર હારજીતના જુગાર રમી રમાડતા લેપટોપ, નં-૨, મોબાઈલ નં.૩૬ તથા પ્રોજેક્ટર નં.૧, રેકોર્ડર નં.૨, ડોગલ નં.૧, વિવિધ ઈલેક્ટ્રોનિક્સ સાધનો મળી કુલ રૂ.૨,૪૩,૭૦૦ નો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

(6:29 pm IST)