Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નડિયાદમાંથી પોલીસે 1.12 લાખનો વિદેશી સિગરેટનો જથ્થો ઝડપ્યો

નડિયાદ:શહેરમાં આવેલ વિવિધ પાનના ગલ્લા અને અને જથ્થાબંધ સીગારેટોના વ્યવસાયિકો પાસેથી પોલીસે ઇમ્પોર્ટેડ હાનીકારક સીગારેટોનો જથ્થો ઝડપી પાડ્યો છે. મુંબઇની એક સંસ્થા દ્વારા નડિયાદ શહેર પોલીસ સાથે મળી પાન-બીડીના હોલસેલરોને ત્યા ચેકીંગ હાથ ધર્યુ હતુ, જે દરમ્યાન પોલીસને આ જથ્થો મળી આવ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ મુંબઇની વી કેર ફાઇન્ડેસન નામની સંસ્થા દ્વારા નડિયાદ ટાઉન પોલીસને સાથે રાખી શહેરમાં આવેલ પાન-બીડીના હોલસેલના વેપારીઓને ત્યા તપાસ હાથ ધરી હતી. જે તપાસ દરમ્યાન ઇમ્પોર્ટેડ સીગારેટના આડમાં વેચાતી હાનીકારક સીગારેટોનો મોટો જથ્થો પોલીસને મળી આવ્યો હતો. મહત્વની વાત છેકે પોલીસે ઝડપી પાડેલ સીગારેટોના પેકેટ પર કોઇ મેન્યુફેક્ચર ડેટ કે એક્સપાયર ડેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. સરકારી નિયમ મુજબ તમાકુની કોઇપણ પ્રોડક્ટ ઉપર ચેતવણીનું નિશાન ચીતરવુ ફરજીયાત છે, પરંતુ નડિયાદના બજારોમાંથી મળી આવેલ સીગારેટોમાંથી કેટલીક સીગારેટો પર કોઇપણ પ્રકારની ચેતવણીનું પીક્ચર પણ મુકવામાં નહી આવ્યું હોવાની ગંભીર બાબત ધ્યાન પર આવી હતી. શહેરના સીંંધી બજારમાં આવેલ કૃણાલ ટ્રેડર્સ, વિકાસ ટ્રેડર્સર્, સ્ટેસન રોડ પર આવેલ લવલી પાન, ભારતી ટ્રેડર્સ અને રવી પાનની દુકાન પર દરોડા પાડી અંદાજીત રૂપિયા ૧.૧૨ લાખનો સીગારેટોનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો.
 

(6:29 pm IST)