Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મહુધા તાલુકાના મહીસામાં સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મહુધા:તાલુકાના મહીસામાં રહેતા યુવકે સગીરા ઉપર દુષ્કર્મ ગુર્જાયાના બનાવ અંગે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ મહીસામાં રહેતા મુકેશ શંકરભાઈ બામણી નામનો નરાધમ ગત તા.૨૮ મીની મધરાત્રે ૧૫ વર્ષના આશરાની સગીરાને ઓરડીમાં લઈ ગયો હતો અને ત્યાં તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં સગીરાને આ વાતની કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે મહુધા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ આધારે મુકેશ શંકરભાઈ બામણી સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:28 pm IST)