Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

રેપ કેસના આરોપી પારુલ યુનિવર્સીટીનાં ટ્રસ્ટી જયેશ પટેલના 21 દિવસના જમીન મંજુર

22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે રેપ કેસના આરોપી અને પારુલ યુનિવર્સિટીના 68 વર્ષીય ટ્રસ્ટી જયેશ પટેલના 21 દિવસના જામીન મંજૂર કર્યા છે. આરોપી ટ્રસ્ટી અગાઉ ભાજપનો સભ્ય પણ હતો. જામીન અરજી મંજૂર કરતાં જસ્ટિસ પી.પી. ભટ્ટે રેપ પીડિતા સહિતના સાક્ષીઓને પોલીસ પ્રેટેક્શન પૂરું પાડવા માટે અને પૂરાવાઓ સાથે કોઇપણ પ્રકારની છેડછાડ કરે તેની ખાતરી કરવા આદેશ આપ્યા છે.

   હાઇકોર્ટે આદેશ આપતાં અમદાવાદ પોલીસ કમિશનરને કહ્યું કે જયેશ પટેલ કે પછી તેના સંબંધીઓ પૂરાવાનો નાશ કરવાની કે પછી સાક્ષીઓને ફોડવાની કોશિશ કરે તેની ખાતરી કરવી. ચેન્નઇના હોસ્પિટલમાં cholecystectomyની સર્જરી કરાવવાની હોવાથી ગયા અઠવાડિયે હાઇકોર્ટે જયેશ પટેલના 3 અઠવાડિયાના જામીન મંજૂર કર્યા છે.

   કોર્ટે 10 લાખની ડિપોઝિટ જમા કરાવવાની શરતે જયેશ પટેલના 21 દિવસના જામીન મંજૂર કર્યા છે. જો જામીન દરમિયાન જો જયેશ પટેલ જામીનની કન્ડિશનનો ઉલ્લંઘન કરશે તો 10 લાખની ડિપોઝિટ જપ્ત થઇ જશે. જામીન મંજૂર કરતી વખતે હાઇકોર્ટે જયેશ પટેલને ગુજરાતમાં પ્રવેશવાના આદેશ આપ્યો છે. ઉપરાંત મોબાઇલ ફોન, પેઝર કે લેપટોપ જેવા કોમ્યુનિકેશનના ગેઝેટ્સનો ઉપયોગ કરવા આદેશ આપ્યો છે.

   અત્રે ઉલ્લેખીય છે કે પારુલ યુનિવર્સિટીમાં 22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો, જુલાઇ 2016થી આરોપી જયેશ પટેલ જેલના સળિયા પાછળ છે. જયેશ પટેલે રેગ્યુલર જામીન માંગ્યા હતા, પરંતુ હાઇકોર્ટે જયેશ પટેલ વિરુદ્ધ ટ્રાયલની પ્રક્રિયા ઝડપી કરવા ટ્રાયલ કોર્ટને નિર્દેશ આપ્યા હોવાથી જયેશ પટેલના સલાહકારે રેગ્યુલર જામીન માટે અરજી કરી.

   જયેશ પટેલે ચેન્નઇમાં ટ્રિટમેન્ટ કરવા માટે કામચલાઉ જામીન માંગવામા આવ્યા હતા. રાજ્ય સરકારે કોર્ટને કહ્યું હતું કે અમદાવાદની એચએલ ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટમાં સર્જરી કરવી શક્ય હોવાથી જામીન મંજૂર કરવાની જરૂરી નથી. જયેશ પટેલના વકીલે દલીલ કરી હતી કે ચેન્નઇના હોસ્પિટલમાં સફળતાનો રેશિયો 85 ટકાનો છે. જેથી હાઇકોર્ટે કેટલીક શરતો પર જામીન મંજૂર કરી દીધા છે.

રેપ કેસના આરોપી પારુલ યુનિવર્સીટીનાં ટ્રસ્ટી
 
જયેશ પટેલના 21 દિવસના જમીન મંજુર
ગ્રેટ--- 22 વર્ષની નર્સિંગની વિદ્યાર્થિનીએ જયેશ પટેલ પર રેપનો આરોપ લગાવ્યો હતો
ફોટો તા; 1 jayesh

(4:40 pm IST)