Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

બારડોલીની 14 વર્ષની સગીરાને દુકાનમાં લઇ જઈને ત્રણ શખ્શોએ બળાત્કાર ગુજાર્યો

બારડોલી :બારડોલીમાં ત્રણ હવસખોરોએ એક સગીરાને શિકાર બનાવી દુષ્કર્મ આચર્યું છે મળતી માહિતી મુજબ, બારડોલીના એમ.એન. પાર્ક નજીક એક દુકાનમાં લઈ જઈ 14 વર્ષની સગીરાને ત્રણ શખ્સોએ હવસખોરીનો શિકાર બનાવી આચર્યું દુષ્કર્મ. ત્રણ હવસખોરોએ ઘરેથી નીકળેલી 14 વર્ષની સગીરાને ફોસલાવી પટાવી બળાત્કાર ગુજાર્યો હતો

  જાણવા મળ્યા મુજબ બારડોલીમાં ઘરેથી દુકાન જવા નીકળેલ એક 14 વર્ષની સગીરાને સોસાયટીમાં રહેતા ઈસમે પોતાની રિક્ષામાં બેસાડી દુકાને છોડી દેવાનું કહેતા સગીરા રિક્ષામાં બેસી ગઈ. ત્યારબાદ હવસખોર યુવક તેને એમ.એન. પાર્ક પાસે આવેલ એક દુકાનમાં લઈ ગયો, જ્યાં તેણે પોતાના બે સાથી મિત્રોની મદદ લઈ બળજબરી પૂર્વક સગીરા સાથે શારીરિક સંબંધ બાંધ્યો.

પૂરી ઘટનાની જાણ સગીરાએ પરિવારને કરતા પરિવારે ત્રણે ઈસમો વિરુદ્ધ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે તત્કાલીન ફરિયાદ નોંધી ત્રણે યુવકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, દેશભરમાં નાની બાળાઓ પર થઈ રહેલ દુષ્કર્મ અને અત્યાચાર મામલે રોષ ભભૂકી રહ્યો છે. કઠુઆ-ઉનવા ગેંગરેપ બાદ સરકારે પણ બાળાઓ પર રેપ મુદ્દે કાયદો કડક બનાવ્યો છે. સરકારે હવે માસુમ પર થઈ રહેલ દુષ્કર્મના આરોપીને પોક્સો હેઠળ ફાંસીની સજા ફટકારવાની જોગવાઈ કરી છે. તો પણ રોજે-રોજ સગીર અને માસુમ સાથે દુષ્કર્મ અત્યાચારની ઘટનાઓ સામે આવી રહી છે

(4:37 pm IST)