Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગુડનાઈટે મચ્છર રોગો સામે લડવા નવીન પ્રોડકટ પાવરલિપ લોંચ કરી

અમદાવાદઃ ગુડનાઈટે ગુજરાતમાં મચ્છર જોવા જીવાણુંઓથી થતાં રોગોની સમસ્યા વિશે સંવાદ શરૂ કરવા ફેમિલી હેલ્થ ઈન્ડિયા (એફએચઆઈ) સાથે જોડાણ કર્યું છે. સાથે જ ગુડનાઈટે મચ્છરજન્ય રોગો સામે લડવા નવીન પ્રોડકટ- પાવર લિપ લોંચ કરી છે. ગુડનાઈટ પાવર ચિપનાં લોંચ પર ગોદરેજ કન્ઝયુમર પ્રોડકટસ લિમિટેડનાં માર્કેટિંગ હેડ કપિલ પિલ્લઈએ કહયું હતું કે, ગૂડનાઈટ હંમેશા ઘરગથ્થું જંતુનાશક કેટેગરીમાં નવીનતતામાં હંમેશા મોખરે છે. ગૂડનાઈટ પાવર ચિપ ટેકનોલોજીનો પાવર ધરાવતાં ટીએફટી મોલીકયુલ્સ જેલ સ્વરૂપમાં ધરાવે છે તથા બાળકો અને પુખ્તોની આસપાસ તેનો ઉપયોગ સંપૂર્ણપણ સલામત છે. ગૂડનાઈટ પાવર ચિપ મશીન અને ચિપની કિંમત રૂ.૪૫ છે. ચિપ ૧૫ દિવસ ચાલે છે  અને અલગથી રૂ.૩૦માં ઉપલબ્ધ છે.

(4:02 pm IST)