Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સિમ્ફોની 'સેન્સ ગેસ્ચર' સાથેનું પ્રથમ એર કુલર લાવ્યું

 અમદાવાદઃ એર કૂલર બ્રાન્ડ સિમ્ફોનીએ સેન્સ- દુનિયાની ગેસ્ચર કંટ્રોલ એર કૂલર્સની પ્રથમ રેન્જ લાવી છે. નવી રેન્જમાં હાથને ડાબી બાજુ ફેરવતાં કૂલિંગ શરૂ કરે છે અને જમણી બાજુ હાથ ફેરવતા ફેનની સ્પીડની મજા લઈ શકો છો. સિમ્ફોનીની નવી ફલેગશિપ પ્રોડકટ અદ્દભુત નવા રંગોમાં અને નવા લૂકસ ધરાવે છે. સેન્સ સિમ્ફોનીની વિખ્યાત આઈ- પ્પોર ટેકનોલોજી સાથે લોડેડ છે, જે જીવાણું, ધૂળ અને એલર્જન્સને દૂર રાખવામાં મદદ કરે છે.

કૂલ ફલો ડિસ્પેન્સર ઉત્કૃષ્ટ કૂલિંગ માટે પાણીનું વિતરણ ચેનલાઈઝ્ડ કરવાની ખાતરી રાખે છે. તેની ડયુરા- પંપ ટેકનોલોજી પંપનું આયુષ્ય વધારે છે. આ બધી હાઈ-ટેક વિશિષ્ટતા છતાં સેન્સ હજુ પણ ઈન્ટવર્ટર પાવર પર કામ કરે છે અને તેનો સંચાલન ખર્ચ ફેનની બરાબર છે. સેન્સ હવે દેશભરના બધા અવ્વલ શોરૂમો અને આધુનિક રિટેઈલ આઉટલેટ્સમાં મળશે તથા સેન્સ કૂલર્સની રેન્જ આકર્ષક ફાઈનાન્સ સ્ક્રીમ હેઠળ પણ મળશે.

(4:02 pm IST)