Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ડીપીબોપલના ૨૦૦૦ બાળકો એક સાથે ગાંધી વિચારની પરીક્ષા આપી

અમદાવાદઃ નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઈએ  જણાવ્યું હતુ કે ૨૦૧૯માં મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતી ઉજવાઈ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં તેની ઉજવણી થવાની છે. ગાંધીજી સ્થાપિત નવજીવન ટ્રસ્ટ દ્વારા ગાંધીની આત્મકથા સહિત ગાંધીજી લિખીત અને ગાંધી વિચાર સાથે સંકળાયેલા દેશના મહાનુભાવો લિખીત વિવિધ પુસ્તકોનું પ્રકાશન અને વેચાણ થાય છે. ગાંધી ગુજરાતમાં જન્મયા અને તેમણે સાબરમતીના કિનારેથી આઝાદીનું બ્યુગલ ફુંકયુ હતું. તેનાથી સૌ માહિતગાર છે. પણ હવે ગાંધીના આ વિચારને ડીપીએસના ૨૦૦૦ વિદ્યાર્થીઓ ગાંધી પરિક્ષા આપી આગળ વધી રહયા છે, પરંતુ ગુજરાત અને ગુજરાતીઓની કમનસીબી એવી છે કે દેશ અને સમગ્ર વિશ્વ જયારે મહાત્માને આદર આપવા લાગ્યુ અને તેમના રસ્તે ચાલવા લાગ્યુ ત્યારે તે દિશામાં ગુજરાતીઓના પગલા મોડા ઉપડયા અથવા ઓછા ઉપડતા હતા. તેનું ઉત્તમ ઉદારણ ગાંધીની આત્મકથા આંકડા છે.

ગાંધીની આત્મકથા ભારતની ૧૯ ભાષાઓમાં છે. પણ અન્ય ભાષાની ગાંધીની આત્મકથાઓનું વેચાણ ગુજરાતી ભાષા કરતા અનેકગણું વધારે છે.

(4:02 pm IST)