Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ઈરિટેબલ બોવલ સિન્ડ્રોમ ભારતમાં કામથી ગેરહાજરીનું બીજુ સૌથી સામાન્ય કારણ

 અમદાવાદઃ એક ટોચની નેશનલ હેલ્થ એનજીઓ, એચસીએફઆઈ દ્વારા કરવામાં આવેલ એક અધ્યયનમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે લગભગ ૫ થી ૧૦ ટકા આબાદીનાં ઈરિટેબલ બોવલ સિંડ્રોમ (આઈબીએસ)નાં લક્ષણ હજાર હોય છે. જો કે તેમાં મોટાભાગનાં લોકો આનો ઈલાજ કરાવતા નથી. આ વિશે અમદાવાદના ગેસ્ટ્રોઈંટરોલોજીસ્ટ ડો.મનીષ ભટનાગરે કહ્યું હતું કે, ડિપ્રેશન જેવા લક્ષણો બતાવે છે. જેના કારણે ઉત્પન્ન હતાશાથી દર્દી વધારે ભોજન કરી શકે છે અને નવી સમસ્યાઓ ઉત્પન્ન થાય છે અને અસંતુલનનું અન્ય એક કારણ છે. ઊંઘ પુરી ન થઈ શકે અભ્યાસનો ઉદ્દેશ ડોકટર અને રોગીના દ્રષ્ટિકોણથી આઈબીએનું વિશ્લેષણ કરવાની હતી. જેથી રોજીંદાજીવન પર પ્રભાવ અને ઉપચારના વિકલ્પો પર તેના પ્રભાવની રોકી શકાય.

(4:02 pm IST)