Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

પાટણ જીલ્લાના સુજનીપુરમાં સમુહલગ્નમાં સિધ્ધપુરના ધારાસભ્યના પુત્ર લગ્ન

 પાટણ : તા.૧ : પાટણ જીલ્લાના સુજનીપુરમાં ઠાકોર સમાજના સમુહલગ્નમાં ૧૪૪ નવયુગલોએ પ્રભુતામાં પગલા પાડયા હતા. સમુહ લગ્નમાં સિધ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પોતાના પુત્રને પરણાવી સામાજીક સમરસતાનું આર્દશ ઉદાહરણ પુરૂ પાડયુ હતુ. આ પ્રસંયે ટોટાણા નિવાસી ધર્મગુરૂ સંત શ્રી સદારામ બાપાએ નવદંપતીઓને આર્શિવાદ આપ્યા હતા.

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અને રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ૯૦ ટકા સમાજ વ્યસન મુકત બન્યો છે. ઠાકોર સમાજ દ્વારા યુનિવર્સીટી બનાવવામાં આવશે અને તેનું નામ સદારામ યુનિ. રાખવામાં આવશે અને જયાં સુધી ઠાકોર સમાજની કન્યા છાત્રાલય ચાલુ નહી થાય ત્યા સુધી સ્ટેજ ઉપર સાફો અને હાર નહિ પહેરવાની તેમણે ખાત્રી અને વચન આપ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, પાટણના ધારાસભ્ય કીરીટ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ પસીબેન ઠાકોર તેમજ જીલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(4:01 pm IST)