Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

રાજયમાં ૧૦૦માંથી ૧૦ મુસ્લિમ પુત્રીઓનો અભ્યાસ અધવચ્ચે બંધ

દીકરીઓના અભ્યાસ માટે ગુજરાતની ગંભીરતા પોકળ : પાછલા વર્ષની સરખામણીમાં ડ્રોપ આઉટ રેશીયો બમણો થયોઃ કેન્દ્રના રિપોર્ટમાં ઘટસ્ફોટ

અમદાવાદ તા.૧ : ગુજરાત સરકારે એપ્રિલ મહિનાના પ્રારંભે જ ગુણોત્સવ વખતે દાવો કોર્ય હતો કે ,ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ ૩૦ ટકાથી ઘટાડીને ૪.૬૦ ટકા જેટલા નીચલા સ્તરે પહોંચાડી શકાયો છે, જોકે ગુણોત્સવ અને પ્રવેશોત્ીવ જેવા કાર્યક્રમો પાછળ વપરાતા કરોડો રુપિયા માથે પડયા હોય તેવો એક ।ેટેસ્ટ રિપોર્ટ કેન્દ્રના લઘુમતી બાબતોન ા મંત્રાલયનો આવ્યો છે. આ રિપોર્ટમા૦ એવો ઘટસ્ફોટ થયો છે કે  ગુજરાતમાં મુસ્લિમ વિદ્યાર્થીનીઓનો ડ્રોપ આઉટ દર વર્ષ ૨૦૧૬-૧૭ માં ૧૦.૧૮ ટકા છે એટલે કે દર ૧૦૦ મુસ્લિમ વિદ્યાર્થીનીઓમાંથી ૧૦ વિદ્યાર્થીની અધવચચેથી જ શાળા છોડી અભ્યાસ કરવાનું બંધ કરી દે છે. દેશના મોટા રાજયોની સરખામણીઓ ઉંચા ડ્રોપ આઉટ રેટમાં ગુજરાતનું સ્થાન બીજા નંબર પર છે. ૧૧.૫૫ ના દરસાથે પહેલા નંબરે છે.

કેન્દ્ર સરકારના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર ગુજરાતમાં મુસ્લિમ વિદ્યાથીનીઓનો ડ્રોપ આઉટ દર વર્ષે ૨૦૧૬-૧૭માં જ વધીને ૧૦.૧૮ ટકા થયો છે. એ પહેલા વર્ષ ૨૦૧૪-૧૫મા આ દર ૫.૭૨ ટકા જયારે ૨૦૧૫-૧૬ માં ૪.૮૭ ટકા રહ્યો હતો. આમ પાછલા વર્ષની સરખામણીએ ડ્રોપ આઉટ ર..શિયો બમણો થયો છે. ગુજરાતમાં મુસ્લિમ બાળકીઓનો ડ્રોપ આઉટ રેટ વધ્યો છે. ગુજરાત કરતા તો ઉતર પ્રદેશ બિહારમાં ડ્રોપ આઉટ રેટ ઓછો છે.

શું કામ ડ્રોપ આઉટ રેટ વધ્યો ?

મુસ્લિમ બાળકીઓના અભ્યાસ માટે કામ કરતી સંસ્થાઓના આગેવાનો ડ્રોપ આઉટ ર.ટ વધ્યો તેની પાછળના કારણમાં કહે છે કે, સરકાર ભલેે સોૈનો સાથ, સોૈનો વિકાસની વાતો કરતી હોય, પરંતુ જોઇએ તેટલો પ્રોત્સાહન મુસ્લિમ ખીકરીઓને અપાતો નથી. જેમ કે માઇનોરિટીનો સ્કોલરશીપ પર સરકારે કાપ મુકી દીધો છે. વર્ષ ૨૦૧૪-૧૫ માં માઇનોરિટીના ૩.૫૩ લાખ વિદ્યાર્થીઓને ર્પર્વમેટ્કિ સ્કોલરશીપ અપાઇ જે વર્ષ ૨૦૧૮૭-૧૮ માં ઘટીને ૧.૦૭ પર પહોંચી ગઇ. આવી જ સ્થિતિ  માઇનોરિટી અન્ય સ્કોલરશીપ યોજના હ.ઠળ છે તેની સાથે ખાનગી પ્રાથમિક શાળાઓની મોંઘીદાટ ફી પણ કારણભુત છે. અંતરિયાળ ગામાડામાં જોઇએ તેવી ટ્રાન્સપોર્ટ સવલત ઉપલબ્ધ નથી. એકંદરે પ્રોત્સાહનની અભાવ દેઁેખાઇ આવે છે સાથે જ મુસ્લિમ વિસ્તારોમાં શાળાઓની સંખ્યા ઓછી છે.

(4:01 pm IST)