Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

નીટ ફરજીયાતના પગલે હવે ૭પ PR મેળવનાર છાત્રને પ૦% ફીમાં રાહત મળશે

સેંકડો છાત્રોને થનારો લાભ ધો. ૧રમાં ૮૦ PRનો નિયમ ફેરવાયો

રાજકોટ તા. ૧: મેડીકલ શિક્ષણ ક્ષેત્રે ગુજરાત સરકાર સમયાંતરે જટીલ પ્રક્રિયામાં ફેરફાર કરીને વિદ્યાર્થીઓને મહત્તમ લાભ મળે તે દિશામાં પગલું ભરી રહી છે ત્યારે 'નીટ'ની કસોટી ફરજીયાત થતા હવે ૭પ પર્સન્ટાઇલ મેળવનાર વિદ્યાર્થીઓને એમવાયએસવાયની ફી પ૦ ટકા ફીનો લાભ મળશે. રાજય સરકાર દ્વારા ચાલુ મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ એમવાયએસવાયનો લાભ મળે તે માટે નિયમોમાં મહત્વના ફેરફાર કર્યા છે. આજ સુધી ધો. ૧ર માં ૮૦ પીઆર આવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને યોજનાનો લાભ મળતો હતો. તેના બદલે હવે પછી ધો. ૧રના પીઆર નહીં પરંતુ નીટના પીઆરને ગણતરીમાં લેવામાં આવશે. તેમાં પણ નીટમાં ૭પ પીઆર મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળશે.

હવે પછી નીટમાં ૭પ પર્સન્ટાઇલ રેન્કવાળાને પણ ફીમાં પચાસ ટકા રાહતનો લાભ મળશે.

મેડિકલમાં નીટ ફરજિયાત થઇ ગઇ છે. નીટ પાસ કરી હોય તેવા વિદ્યાર્થીઓને જ મેડિકલમાં એડમિશન મળે છે. આ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે પણ એમવાયએસવાય યોજનામાં વધુ વિદ્યાર્થીઓને સમાવી શકાય તે હેતુથોી મહત્વના ફેરફાર કર્યા છે. આજ સુધી એમવાયએસવાયમાં એમબીબીએસના વિદ્યાર્થીઓને પચાસ ટકા ફીનો લાભ મળતો હતો. પરંતુ તેના માટે ધો. ૧ર સાયન્સમાં બી ગ્રુપમાં ૮૦ પીઆર હોવા જરૂરી હતા. તેના કારણે ઘણા વિદ્યાર્થીઓ આ લાભ મેળવવામાંથી વંચીત રહી જતા હતા.

(3:49 pm IST)