Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

આજે ૫૮મો ગુજરાત રાજય સ્થાપના દિન : ભવ્ય ઉજવણી

રાજયની ભાષા - ગુજરાતી * પ્રાણી - સિંહ * પક્ષી - સુરખાબ * વૃક્ષ - આંબો * ફુલ - ગલગોટો * નૃત્ય - ગરબા * રમત - કબડ્ડી * ગીત - જય જય ગરવી ગુજરાત : ગુજરાતની ઓળખ માટે ૪ વર્ષ મહાઆંદોલન ચાલેલ : ધરણા - પ્રદર્શન - સૂત્રોચ્ચાર - લાઠીચાર્જ - ગોળીબારોમાં અનેકે આહુતિ આપેલ : સ્થાપના : ૧ મે ૧૯૬૦ * પહેલાંનું પાટનગર : અમદાવાદ * હાલનું પાટનગરઃ ગાંધીનગર * રાજ્યગીત : જય જય ગરવી ગુજરાત * રાજ્ય ભાષા : ગુજરાતી * રાજ્ય પ્રાણી : સિંહ * રાજ્ય પક્ષી : સુરખાબ * રાજ્ય વૃક્ષ : આંબો * રાજ્ય ફૂલ : ગલગોટો : રાજ્ય નૃત્ય : ગરબા * રાજ્ય રમત : કબડ્ડી

વર્ષ ૧૯૬૦માં  મુંબઇ  રાજ્યનું વિભાજન  કરવામાં  આવ્યું, જેમાં   એક   રાજ્ય   બન્યું મહારાષ્ટ્ર  અને  બીજુ  બન્યું ગુજરાત. જ્યારે     મહાગુજરાત ચળવળ  શરૂ  કરવામાં  આવી ત્યારે  પ્રત્યેક  ગુજરાતીએ  ધર્મ અને  જાતિને પર  થઇને  એક ગુજરાતીના   રૂપમાં   આ ચળવળમાં  ભાગ  લીધો  હતો. તે  સમયે  ગુજરાતમાં  હિન્દુ અને મુસ્લિમની એકતા આખા ભારત  માટે  એક  મિશાલ સમાન  હતી. સ્વતંત્રતા  બાદ  ભારતમાં વિવિધભાષી જનતાની અસ્મિતા  બનાવી  રાખવા  માટે ભાષા   અનુરૂપ   રાજ્યોની સ્થાપના  કરવામાં  આવે  તેવો વિચાર વહેતો મૂકવામાં આવ્યો.

૧૯૫૩માં  કોંગ્રેસે  હૈદરાબાદ અધિવેશનમાં  ભાષા  અનુસાર રાજ્યોની  સ્થાપનાનો  પ્રસ્તાવ પારિત  કર્યો.  બસ  ત્યારથી ગુજરાતની  આશાઓ  બંધાઇ. ગુજરાતીઓએ  સપના  સજાવ્યા કે  તેમનું  પોતાનું  એક  અલગ રાજ્ય  હશે,  પરંતુ  ગુજરાતની આશાઓ    પર    મોરારજીભાઈ દેસાઇએ  પાણી  ફેરવી  દીધું  કે બૃહદ  મુંબઇ  રાજ્યમાં  મુંબઇ જેવા વિવિધભાષી શહેરને કોઇ એક  રાજ્યનો  હિસ્સો  બનાવી શકાય  નહીં. દેસાઇના  આ વિચારથી ગુજરાતની જનતામાં રોષ ફેલાઇ ગયો.

કેન્દ્ર સરકારે મધ્યનો રસ્તો કાઢતા મહારાષ્ટ્ર, મુંબઇ  અને  ગુજરાત  નામના ત્રણ રાજ્યો અને ત્રણેય માટે એક ઉચ્ચ  ન્યાયાલયનો  પ્રસ્તાવ રાખ્યો.    આ    પ્રસ્તાવથી મહારાષ્ટ્રમાં   ખોટો   સંદેશ ...હોંચ્યો.   સાત   ઓગસ્ટે ૧૯૫૬માં    કેન્દ્ર    સરકારે મહારાષ્ટ્ર  અને  ગુજરાતના મતભેદોને જોતા ગુજરાત સહિત મુંબઇને   દ્વિભાષી   રાજ્ય બનાવવાનો  નિર્ણય  કર્યો.  આ નિર્ણયથી ગુજરાતનું સપનું સેવી રહેલા ગુજરાતીઓ પર વ્રજઘાત થયો,  કારણ  કે  આ  નિર્ણયથી ગુજરાતનું સ્વપ્ન તૂટી ગયું અને બસ    ત્યારથી    શરૂ    થયું મહાગુજરાત  આંદોલન.

અમદાવાદની  બહાર  પણ ચાલ્યું મહાગુજરાત ચળવળ :- ૧૦  ઓગસ્ટે  સમાચાર સૂત્રોએ  સ્પષ્ટ  કરી  દીધું  કે મહાગુજરાત  ચળવળ  હવે અમદાવાદ  સુધી  સીમિત  નથી રહી.  નડિયાદ,  જૂનાગઢ, વડોદરા,  સાયલા,  ભાવનગર, ડાકોર,  પાલનપુર,  બોટાદ સુરત,  રાજકોટ,  અમરેલી, પારડી, બાવળા, ભૂજ, આણંદ સહિત  આખા  ગુજરાતમાં  આ જંગની શરૂઆત થઇ.

આખરે  ગુજરાતને  અલગ રાજ્ય બનાવવામાં આવ્યું :- અત્યાર  સુધી  મહાગુજરાત ચળવળ  એ  નિશ્ચિત  નેતૃત્વના અભાવમાં  અલગ-અલગ  રીતે ચાલી  રહ્યું  હતું.  તેનાથી  એક નિશ્ચિત  દિશા  આ...વા  માટે  ૯ સપ્ટેમ્બરમાં  ખાડિયા  સ્થિત ઔદિચ્યની વાડીમાં સવારે મોટી ભીડ  એકઠી  થઇ  અને  ત્યાં મહાગુજરાત  જનતા  પરિષદની રચના  કરવામાં  આવી.  જેના સંયોજક  તરીકે  બ્રહ્મકુમાર  ભટ્ટ રહ્યા  પરંતુ  અધ્યક્ષ  પદની જવાબદારી  તેજ  તર્રાર  ભાષણ શૈલી  માટે  જાણીતા  ઇન્દુલાલ યાજ્ઞિકને  સોંપવામાં  આવી. પરિષદની રચના બાદ ચળવળને  જોરદાર  વેગ  મળ્યો. યાજ્ઞિકના  ઉત્તેજક  ભાષમાં ગુજરાતને  સંગઠિત  બનાવ્યું. પરિષદના નેતૃત્વમાં અંદાજે ચાર વર્ષ સુધી આંદોલન ચાલતું રહ્યું. ધરણા,  પ્રદર્શન,  સૂત્રોચ્ચાર, લાઠીચાર્જ, ગોળીબારમાં અનેકે પ્રાણની  આહૂતિ  આપી  તો અનેક  ઇજાગ્રસ્ત  થયા.  અંતતઃ કેન્દ્ર  સરકારે  ૨૭  ઓગસ્ટ ૧૯૫૭માં લોકસભામાં દ્વિભાષી  મુંબઇ  રાજ્યમાંથી ગુજરાતને   અલગ   રાજ્ય નિર્માણનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો.  લોકસભામાં  પ્રસ્તાવ પારિત   કરવામાં   આવ્યો.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસને  બહુમત  હતી, તેથી જીવરાજ  મહેતાને  મુખ્યમંત્રી બનાવવાનો  નિર્ણય  કરવામાં આવ્યો.  જ્યારે  લોકસભાએ ગુજરાતના  પ્રસ્તાવની  મંજૂરી આપી  દીધી  ત્યારે  વિસનગર ખાતે મહાગુજરાત પરિષદની અંતિમ  બેઠક  બોલાવવામાં આવી  અને  તેને  ભંગ  કરી દેવામાં  આવી.

જીવરાજ મહેતાએ પ્રથમ મુખ્યમંત્રી  તરીકે  શપથગ્રહણ કર્યા :- ૧૭  એપ્રિલ  ૧૯૬૦એ મુંબઇથી  વિશેષ  ટ્રેનોમાં સચિવાલય કર્મચારીઓ, સેંકડો       ટાઇપરાઇટર્સ, કાગળોના  પાર્સલ  વગેરે અમદાવાદ લાવવામાં આવ્યા,    ૧૯    એપ્રિલે લોકસભાએ  મુંબઇ  રાજ્ય વિભાજનનો  વિધેયક  પારિત કરવામાં આવ્યો. ૨૩ એપ્રિલે રાજ્યસભાએ પણ તેને મંજૂરી આપી  દીધી. 

૨૫  એપ્રિલે ગુજરાત  મંત્રીમંડળની   રચના કરવામાં  આવી.  ત્યારબાદ રાષ્ટ્રપતિએ  વિધેયકને  મંજૂરી આપી.  આંધ્રપ્રદેશના  મેહંદી નવાજ  જંગને  રાજ્યપાલ બનાવવામાં  આવ્યા.  ૩૦ એપ્રિલે   જીવરાજ   મહેતા સરકારના  સ્વાગત  માટે  લાલ દરવાજા   સરદાર   બાગમાં જનસભા  થઇ  અને  ૧  મે ૧૯૬૦ના  રોજ  સાબરમતી સ્થિત ગાંધી આશ્રમમાં જીવરાજ મહેતાએ  પ્રથમ  મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.

ગુજરાત

 તેના ખોળે ઉછરેલ શ્રેષ્ઠ વ્યકિતત્વની ઓળખ છે ગુજરાત,

 કવિ લેખકની લાડકી કલમનો શણગાર છે ગુજરાત.

 તનાવના તિમિરને દુર કરવા તહેવારોનું અહિં સ્થાન છે,

ઉમંગ અને ઉલ્લાસ સાથે પ્રાચીનતાનું અહિ ધામ છે.

 ઉદ્યોગ વેપાર-ધંધાના વિકાસની ખાણ છે ગુજરાત,

 પ્રાકૃતિક સોૈંદર્ય અને રોમાંચિત દ્દશ્યોનું ચિત્ર છે ગુજરાત.

 અસીમ ઊર્મિને ઉજાગર કરે છે ગુજરાતની અસ્મિતા,

 શિલ્પ અને સ્થાપત્યનો સાજ છે ગુજરાતની વૈવિધ્યતા.

 ધાર્મિક ભકિત, શ્રધ્ધા અને પ્રાર્થનાનો ભંડાર છે ગુજરાત,

યશ, સમુધ્ધી અને કૌશલ્યની ગૌરવગાથા છે ગુજરાત.

 વીરતા, શોેૈર્યતા અને ધીરતાથી ગુજરાતની ભુમિ છે પવિત્ર,

 'ગતિ-પ્રગતિ-ઉન્નતિ' રહયું છે. સ્વર્ણિયમ ગુજરાતનું ધ્યેયસુત્ર.

 સાંસ્કૃતિક સાગરમાં ભારતરૂપી છીપનું મોતી છે ગુજરાત,

 શિક્ષણરૂપી સપ્તધારાનો સાવન-સ્ત્રો છે ગુજરાત.

 ગુજરાતના લોકગીત-લોકનૃત્યને હૈયાથી વધાવી લીધા છે,

 માતૃભૂમિ માટે તો આંખોમાં અનેરા '' સપના'' સજાવી લીધા છે.

સપના દેવાણી

 આસીસ્ટન્ટ પ્રોફેસર,

આત્મીય ઇન્સ્ટીટયુટ, રાજકોટ

(3:49 pm IST)