Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સાબરકાંઠાના પોશીના ટેબડા પાસે ટ્રક પલટતાં સાત વ્યક્તિને ઇજા:2ની હાલત ગંભીર

સાબરકાંઠાથી ટ્રકમાં 25 મજૂરો ભરી રાજસ્થાન તરફ જતાં ઘટના બની

સાબરકાંઠાના પોશીના ટેબડા ગામ પાસે ટ્રક પલટતાં સાત વ્યક્તિને ઇજા થઈ છે, તમામ ઇજાગ્રસ્તોને 108 મારફત સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે, જેમાંથી 2 વ્યક્તિની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. સાબરકાંઠાથી ટ્રકમાં 25 મજૂરો ભરી રાજસ્થાન તરફ જતાં ઘટના બની હતી. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે.

(3:52 pm IST)