Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મોડાસા સબજેલમાં દુષ્કર્મના આરોપીનો આત્મહત્યાનો પ્રયાસ :હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયો

આસારામને સજા થતા બળાત્કારના આરોપીનો ડરના માર્યા પરસેવો છૂટ્યો

ફોટો તા; 1 modasa

 

દુષ્કર્મના આરોપી આસારામે જોધપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. આસારામને કરાયેલી આ સજાથી બળાત્કારના આરોપીઓને સજાના ડરના માર્યા પરસેવો છૂટી ગયો છે. અરવલ્લી જિલ્લાના મોડાસાની સબ જેલમાં એક કાચા કામના કેદીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. દુષ્કર્મ કેસના આરોપી સંજય ભગોરાએ આત્મહત્યાનો પ્રયાસ કરતા તેને સારવાર અર્થે હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાયો છે. આસારામને આજીવન કેદની સજા થતા ડરના માર્યા આરોપીએ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

(1:22 pm IST)