Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ખેડબ્રહ્માના રાધીવાડ નજીક જીપ પલ્ટી ખાઈ જતા એક મહિલાનું મોત: સાત ઘાયલ; એક ગંભીર

અંબાજીનાં દર્શન કરી પરત ફરી રહેલા વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો

આજે સવારે ખેડબ્રહ્મા તાલુકાના‌ રાધીવાડ પાસે જીપ પલટતાં એક મહિલાનું મોત થયું હતું અને 7 વ્યક્તિ ઘાયલ થઈ હતી. ઇજાગ્રસ્તોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જેમાંથી એક વ્યક્તિની હાલત હજી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી રહી છે. અંબાજીનાં દર્શન કરી પરત ફરી રહેલા વડોદરાના પરિવારને અકસ્માત નડ્યો હતો.

 

(1:09 pm IST)