Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ગુજરાત સ્થાપના દિવસે વિશેષઃ ગુજરાતની ગઇકાલ અને આજ

ગાંધીનગર તા. ૧ : આજે મહારાષ્ટ્ર અને ગુજરાતનો સ્થાપના દિવસ છે, ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્યિમ ભાગમાં રજવાડાઓને ભેગાં કરી ત્રણ રાજયોની રચના કરી. આ રાજયો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં. ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજયનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા.

આ નવા રાજયમાં ઉત્ત્।ર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજયની માંગ પછી ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજયના બે ભાગલા મહારાષ્ટ્ર અને ગુજરાત તરીકે કરવામાં આવ્યા. આ દિવસની ઉજવણીને ગૌરવ દિવસ તરીકે પણ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સ્થાપના દિને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે. આ દિવસે રાજય સરકાર દ્વારા ઠેર-ઠેર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ ઉજવવામાં આવે છે અને સાથે સરકારી ઇમારતોને રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવે છે.

એક સમય હતો જયારે ગુજરાતની સ્થાપના થઇ તે પહેલા કેટલીય બાબતોના સમાવેશ બાદ ગુજરાત અલગ રાજય બન્યું છે. ગુજરાત અલગ દરજ્જો બનવા પાછળ મહાગુજરાત આંદોલને મહત્વનો રોલ ભજવ્યો હતો. પરંતુ ૧૯૫૬માં શરૂ થયેલા આંદોલનને વેગ આપવાનું કામ બરાબર ૬૦ વર્ષ પહેલા શરૂ થયેલા ખાંભી સત્યાગ્રહે કર્યું હતું.

નવલોહિયા યુવાનોએ સરકારની જાણ બહાર રસ્તા પર ખાંભી ઉભી કરી લોકોની લાગણીને સાંકેતિક રીતે વાચા આપી હતી. માટે એ સત્યાગ્રહ ખાંભી સત્યાગ્રહ તરીકે જાણીતો બન્યો છે. આ સત્યાગ્રહ ૨૨૬ દિવસ સુધી ચાલ્યો હતો અને અંતે સરકારે ઝુકવું પડયું હતુ. અને અંતે ગુજરાત અલગ રાજયનો દરજ્જો મળ્યો. આ આંદોલનના પ્રણેતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા.ગુજરાતની આ સ્થાપના બાદ અલગ રાજયની રચના થયા બાદ ગુજરાતની અલગ વ્યવસ્થા રચાઇ અલગ વ્યવસ્થા તંત્ર અસ્તિત્વમાં આવ્યું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો.જીવરાજ મહેતા બન્યા અને સરકાર રચાઈ. આજ સુધીમાં ગુજરાતે ૧૬ મુખ્યમંત્રી આપ્યા છે. જેમાં બળવંતરાય મહેતા, હિતેન્દ્ર કનૈયાલાલ દેસાઈ, ઘનશ્યામભાઈ ઓઝા,ચીમનભાઇ પટેલ,નરેન્દ્ર મોદી, આનંદી બેન પટેલ અને હાલના વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રીઓએ ગુજરાતનું સંચાલન કરીને ગુજરાતના વિકાસમાં સક્રિય ફાળો નોંધાવ્યો.

(11:56 am IST)