Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

રાજ્યની તમામ શાળાઓમાં 'ગુજરાતી'ને લઇ અલગથી અભ્યાસક્રમ કરાશે તૈયાર

ગાંધીનગર તા. ૧ : રાજયની તમામ શાળામાં ગુજરાતી ફરજિયાત કરવા મામલે ગુજરાતી ભાષા માટે હવે અલગથી અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવશે. CBSE બોર્ડનાં વિદ્યાર્થીઓ માટે અલગથી પુસ્તકો તૈયાર કરવામાં આવશે. જેમાં પ્રથમ ૫૦ પાનામાં પ્રાથમિક ગુજરાતી ભાષાની સમજ પણ આપવામાં આવશે.

CBSEમાં પ્રથમ સત્ર દરમ્યાન શિક્ષકો ગુજરાતીનો અભ્યાસ કરશે. બીજા સત્રથી ગુજરાતી ભાષાનો અભ્યાસક્રમનો સમાવેશ કરવામાં આવશે. ગુજરાત રાજય પુસ્તક મંડળ દ્વારા પુસ્તકો તૈયાર કરવામાં આવશે. અગાઉ રાજયસરકારે ફરજિયાત ગુજરાતી બનાવવાનો નિર્ણય લીધો હતો.મહત્વનું છે કે ગુજરાતી ભાષા અંગે તજજ્ઞોનું એવું માનવું છે કે માતૃભાષાને જાળવવી હોય તો ધો.૧થી જ શરૂઆત કરવી પડે.

આ ઉપરાંત નોકરી આપતી વખતે જેણે ગુજરાતી ભાષામાં અભ્યાસ કર્યો હોય તેને પ્રાથમિકતા આપવી જોઈએ તો જ આપણી માતૃભાષા જળવાઈ શકે.હકીકત છે કે હાલમાં ગુજરાતી ભાષા અભ્યાસક્રમમાં ફરજિયાત નથી. ખાસ કરીને CBSE અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં તો ગુજરાતી ભાષા ફરજિયાત નથી. જેથી હવે શાળાઓમાં ગુજરાતી ભાષાને ફરજિયાત કરવાની સરકારે એક મુહિમ ઉપાડી છે.ઙ્ગજો કે મહત્વનું છે કે અગાઉ પણ રાજય સરકારે ગુજરાતી ભાષાને ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો હતો.

(11:55 am IST)