Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

અમારૂ ગૌરવવંતું ગુજરાતઃ સાહસ સંવાદ, સંબંધનુ ઠેકાણુ

રાજયના સ્થાપના દિવસની ઉજવણીઃ રાજય સરકાર દ્વારા 'સુજલામ-સુફલામ' જળ અભિયાનનો પ્રારંભ

રાજકોટ, તા.૦૧: ખંત, અમીર અને ખુશીની

 અમીરાત એટલે ગુજરાત..

સાહસ સંવાદ, સમર્પણનું

સગપણ એટલે ગુજરાત..

 સમજદારી ભરી સમતાનું સરનામુ એટલે ગુજરાત...

આજે તા.૦૧મે એટલે ગુજરાત રાજયનો સ્થાપના દિવસ આજે રાજયમાં ગુજરાત સ્થાપના દિવસની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા 'સુજલામ સુફલામ' જળ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને વિવિધ જગ્યાએ મોટી સંખ્યામા લોકો  તેમા જોડાયા હતા.

બોટાદ, ગુજરાત એ હંમેશા જળ વ્યવસ્થાપનમાં અગ્રેસર રહયું છે. રાજય સરકારની સાથે લોકોનો સહયોગ અને અધિકારી-પદાધિકારીઓની કાર્યક્ષમતા પરિણામે ગુજરાતમાં સમયાંતરે અનેકવિધ જળ સંચયના કાર્યો થયાં છે. રાજયમાં ભૂતકાળમાં થયેલ જળસંચયની કામગીરીને ધ્યાને લઇ રાજય સરકાર દ્વારા ગુજરાત સ્થાપના દિન  તા. ૧ લી મે થી તા. ૩૧ મી મે સુધી સમગ્ર રાજયમાં સુજલામ - સુફલામ જળ અભિયાન  હાથ ધરાઇ રહયું છે. જે અન્વયે બોટાદ જિલ્લામાં  ૫ણ તા. ૧ લી મે થી પાણીને નિરર્થક વહી જતું અટકાવવા માટેનો જળ યજ્ઞ પ્રારંભ થયો છે.

     બોટાદ જિલ્લામાં શરૂ થનાર સુજલામ સુફલામ જળ અભિયાનમાં રાજય સરકારની સાથે સ્વૈચ્છિક -  સેવાભાવી - ધાર્મિક સંસ્થાઓ - દાતાઓ જોડાયા છે, લોકભાગીદારી સાથે સમગ્ર જિલ્લામાં આ કાર્ય એક માસ સુધી ચાલશે.

     બોટાદ જિલ્લામાં મે માસ દરમિયાન ૧૭૪ જેટલા જળ સંચય અર્થેના કામો હાથ ધરાનાર છે. જે અન્વયે લોક ભાગીદારી સાથે ૯૮ કામો, મનરેગા અંતર્ગત ૪૮ કામો ઉપરાંત પીવાના પાણીની લાઈનોના એરવાલ્વની મરામત તેમજ ૫૫.૦૬ કી.મી.ની નહેરોની મરામત અને જાળવણીના કામો, વન વિભાગ દ્વારા ૯ કામો તેમજ નગરપાલિકાના દ્વારા નદીની સફાઈના ૧૬ કામો અને વરસાદી પાણીની લાઈનની સફાઇના ૩ કામો હાથ ધરવામાં આવશે.

જિલ્લામાં  લોક ભાગીદારી સાથે હાથ ધરાનાર કામો પૈકી બોટાદ તાલુકામાં તળાવ ઉંડા ઉતારવાના ૧૬ કામો અને ચેકડેમ ડીસીલ્ટીગની કામગીરીના ૧૮ કામો મળી કુલ જળસંચયના ૨૩ કામો હાથ ધરાશે.

તેવી જ રીતે ગઢડા તાલુકામાં જળસંચયના ૩૯ કામો કરવામાં આવશે. જેમાં તળાવ ઉંડા ઉતારવાના ૨૩ કામો અને ચેકડેમ ડીસીલ્ટીંગના ૧૬ કામોનો સમાવેશ થાય છે.

જિલ્લાના બરવાળા તાલુકામાં તળાવ ઉંડા ઉતારવાના ૪ કામો અને ચેકડેમ ડીસીલ્ટીંગના પ કામો મળી સમગ્ર તાલુકામાં ૯ જેટલા જળસંચયના કાર્યો હાથ ધરવામાં આવશે.

રાણપુર તાલુકામાં તળાવ ઉંડા ઉતારવાના ૮ કામો અને ચેકડેમ ડીસીલ્ટીંગના ૮ કામો મળી કુલ ૧૬ કામો કરવામાં આવશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત જળસંચયના ૮૨૬ કામો હાથ ધરવામાં આવશે. જેમાં તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટીંગ, જળાશય ડી-સીલ્ટીંગ, ચેકડેમ ઉંડા કરવા, નવા તળાવો કરવા, માટી પાળા, પીવાના પાણીની લાઈનોના એરવાલ્વની મરામત, નહેરોની મરામત, નહેરની સાફસફાઈ જેવા કામો હાથ ધરાશે.

સમગ્ર રાજયમાં ૧ લી મે થી શરૂ થઈ રહેલા સુજલામ સુફલામ જળ અભિયાના આયોજનને આખરી ઓપ આપવા  જિલ્લા કલેકટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં માહિતી આપતા કલેકટરશ્રી કે.રાજેશે ઉપરોકત માહિતી આપી હતી.

પાણી બચાવો પાણી આપણને બચાવશેઙ્ક ના અભિગમને ધ્યાને રાખી હાથ ધરાયેલા રાજય સરકારના આ અભિયાનના ૮૨૯ જેટલી મશીનરી ગઠવવામાં આવશે અને તેની પાછળ કુલ રૂપિયા ૩૪૬.૫૬ લાખનો ખર્ચ થવાનો અંદાજ છે. આ જળસંચયના કામો પૈકી લોકભાગીદારીથી ૬૪૫ તળાવો ઉંડા કરાશે, ૮૦ ચેકડેમ ડી-સીલ્ટીંગ તથા જળાશય ડી-સીલ્ટીંગના ૧૦૧ કામો હાથ ધરવામાં આવનાર છે.

 આ કામોના સુપરવાઈઝર અને સંકલન માટે તાલુકા દીઠ ૧ લાયઝન અધિકારી અને ૨ સુપરવાઈઝરની નિમણૂંક કરવામાં આવી છે.   આ બેઠકમાં ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, પૂર્વ મંત્રીશ્રી જયંતિભાઇ કવાડીયા,  જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલ, અધિક નિવાસી કલેકટરશ્રી ચંન્દ્રકાંત પંડયા તથા સેવાભાવી સંસ્થાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લાના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહયા હતા.

જૂનાગઢ  જૂનાગઢ જિલ્લામાં આજે જળ સંગ્રહ અભિયાનનો પ્રારંભ થશે. કેન્દ્રીય રાજય માર્ગ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા જૂનાગઢ તાલુકાના  સરગવાડા નજીક લોલેશ્રર તળાવ ખાતે સુજલામ સુફલામ યોજનાનો પ્રારંભ કરાવશે.  આ કાર્યક્રમ આજે રોજ સવારે ૯ વાગે જિલ્લાના અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો છે ત્યારબાદ ભેંસાણ ખાતે ગ્રામ પંચાયત દ્વારા ભેંસાણના તળાવોને ઉંડા ઉતારવાની કામગીરીનો મંત્રીશ્રી માંડવીયા પ્રારંભ કરાવશે.આ કાર્યક્રમ સવારે ૧૦-૩૦થી ૧૧-૪૫ કલાક દમ્યાન ભેંસાણના નારાયણ સરોવર ખાતે યોજાશે.જેમાં અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.(૨૨.૫)

(11:54 am IST)