Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની કર્મભૂમિમાં તેમનો વારસો બિસ્માર હાલતમાં :આશ્રમની સ્થિતિ દયનિય :મકાનની કફોડી

ઈન્દુચાચાએ નૈનપુર ગામને સેવાકીય કર્મભૂમિ બનાવી હતી ;શાળામાં બારી બારણાના ઠેકાણા નથી

અમદવાદ :મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની કર્મભૂમિમાં તેમનો વારસો બિસ્માર હાલતમાં છે ઇન્દુચાચાએ સ્થાપેલી આદિવાસી બાળકો માટેની આશ્રમ શાળાની સ્થિતિ દયનિય છે. ઉપરાંત ઇન્દુચાચાના મકાનની હાલત પણ કફોડી છે.
 
અત્યારે સરદાર વલ્લભભાઇ જન્મભૂમિ કરમસદને લઇને રાષ્ટ્રીય ગ્રામનો દરજ્જો અપાવવાની  માંગણીઓ લઇને લોકો રસ્તા  ઉપર ઉતરી  આવ્યા છે. જ્યારે પહેલી મે, ગુજરાતના સ્થાપના દિવસ છે. મહાગુજરાતના પ્રણેતા ઇન્દુચાચાની કર્મભૂમિમાં તેમના વારસાનો બિસ્માર હાલતમાં છે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે જે અમૂલ્ય વારસો છે તેને સાચવવામાં સરકાર નિષ્ફળ રહી હોય એવું દેખાય છે. નડિયાદમાં આવેલા નૈનપુરામાં ઇન્દુચાચાએ સ્થાપેલી આદિવાસી બાળકો માટેની આશ્રમ શાળાની સ્થિતિ અત્યારે દયનિય છે. ઉપરાંત ઇન્દુચાચાના મકાનની હાલત પણ કફોડી છે. સરકારે ઇન્દુચાચાના અમૂલ્ય વારસાને સાચવવા માટે ખાસ ધ્યાન આપવું જોઇએ એવી માંગણી ઉઠી રહી છે.

   ખેડા જિલ્લાની સંતરામ અને સાક્ષરભૂમિ નડિયાદના પનોતા પુત્ર ઇન્દુલાલ યાજ્ઞિક ઇન્દુચાચાના હુલામણા નામે જાણીતા ઇન્દુલાલ યાજ્ઞિકનું જન્મસ્થળ. ઇન્દુચાચાનું જન્મસ્થળ નડિયાદ ભલે રહ્યું પણ તેમણે આદિવાસી બાળકોના અભ્યાસ માટે મહેમદાવાદ તાલુકાના નૈનપુર ગામને સેવાકીય કર્મભૂમિ બનાવી હતી. અહીં તેમણે આશ્રમ શાળા શરૂ કરી હતી જોકે, આજે આશ્રમશાળાની હાલત ખુબ કફોડી થઇ ગઇ છે. શાળા આખી જર્જરીત છે. બારી બારણાના ઠેકાણા નથી .

   સામાજિક વ્યવસ્થામાં બેલેન્સ જળવાય અને પછાત આદિવાસી સમાજના બાળકોના વિકાસ અને ઉત્થાન માટે ઇન્દુલાલ યાજ્ઞિકે નૈનપુર મહેમદાવાદ આશ્રમ શાળા શરૂ કરી હતી. શાળાનું લોકાર્પણ વર્ષ 1972ના ગુજરાતના મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝાએ કર્યું હતું. જોકે, સમય જતાં ત્યાં છેલ્લી અવસ્થામાં રહેતા ઇન્દુચાચાના મકાન અને શાળાની હાલત પણ જર્જરીત છે. સરકારના વહીવટી તંત્રને તેના સુધારા વધારા કરવામાં કોઈ રસ નથી.

   ઈન્દુકાકાનો જન્મ ભલે નડિયાદમાં થયો હોય પણ નૈનપુરને કર્મભૂમિ બનાવી હતી. આદિવાસી બાળકો માટે 4 આશ્રમ સ્થાપ્યા એમાં 3 આશ્રમો જેતે વ્યક્તિઓને સોંપ્યા હતા. આશ્રમ ખેડૂત વિદ્યાલયના નામે સોંપ્યા તેમની સ્મૃતિ જળવાય રહે તે માટે ઇન્દુલાલ યાજ્ઞિક આશ્રમના નામે ટ્રસ્ટ બનાવ્યું સંસ્થામાં ટ્રાઈબલ વિધાર્થી ભણે અને કારકિર્દી બનાવે તે હેતુ હતો. સંસ્થામાં ઘણા વિદ્યાર્થી ભણ્યા અને પોતાની કારકિર્દી બનવી સરકારમાં ઉચ્ચ હોદ્દા પર છે.

   નૈનપુર આશ્રમશાળાના સંચાલક ગીરીશભાઈ શાહના જણાવ્યા પ્રમાણે ઇન્દુલાલ યાજ્ઞિક આશ્રમ શાળામાં નૈનપુરમાં હાલ આદિવાસી વિદ્યાર્થીની સંખ્યા ઓછી છે. સરકારી જવાબદાર તંત્ર તરફથી આદિવાસી વિદ્યાર્થી અહીંયા અભ્યાસ કરવા માટે પ્રેરાય તેવા કોઈ ખાસ પ્રયાસ છેલ્લા દશકોમાં થયા નથી અહીંયા પ્રાથમિક સુવિધા તેમજ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે પ્રકારનું વાતાવરણ નથી હાલના આશ્રમ શાળાના સંચાલકો મદદ અને સહાય માટે ઘણી રજૂઆતો કરી પણ પરિણામ શુન્ય છે.

    ગુજરાત સ્થપાના દિવસે રાજકીય પાર્ટીના ખાદીધારી સમાજસેવકો રાજ્યના મહાનગરોમાં આવેલી ઇન્દુચાચાની પ્રતિમાને હાર તો અચૂક અર્પણ કર્યા હશે, પણ નૈનપુર આશ્રમ શાળા અને ઇન્દુચાચાની વૃધ્ધા અવસ્થાની નિશાની એવા તેમના નૈનપુરા આશ્રમ શાળામાં આવેલા મકાનની જાળવણી માટે આર્થીક સહયોગ માટે કોઈ તત્પરતા દાખવે તે જરૂરી છે તોજ ઇન્દુચાચાએ ગુજરાતની કરેલી સ્થાપનાનું ઋણ ચૂકવાશે. (ન્યુ૧૮ ગુજરાતીમાંથી સાભાર)

(11:59 am IST)