Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વડોદરાના વેપારીના અપહરણ -હત્યા કેસમાં ત્રણ આરોપીની ધરપકડ : રૂપિયા આપવા ના પડે તે માટે ષડ્યંત્ર રચ્યું હતું

સુરજ શાહને દારૂ પીવડાવી હત્યા કરીને લાશ હાલોલ તરફ કેનાલમાં ફેંકી દીધી :ગુન્હો કબૂલાત

 

વડોદરાના વેપારીના અપહરણ અને હત્યાનો ભેદ ઉકેલાયો છે ગુન્હામાં ત્રણ આરોપીની ધરપકડ કરતા તેઓએ ગુન્હાની કબૂલાત આપી છે કારેલીબાગ પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરતા  તમામ આરોપીઓએ વેપારીની હત્યા કરી હોવાનો ગુનો પણ કબુલી લીધો છે. આરોપી વિજય રોહિતે પોલીસ પૂછપરછમાં કરાયેલી કબૂલાત કરી હતી કે, વેપારી સૂરજ શાહને રૂ. 4.60 લાખ આપવાન પડે તે માટે ષડયંત્ર રચ્યું હતું. પહેલા વેપારી સૂરજ શાહને ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું હતું. ત્યારબાદ દારૂ પીવડાવીને સૂરજ શાહને ગળે ફાંસો આપીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તેની લાશને હાલોલ તરફ કેનાલમાં ફેંકી દીધી હોવાની પણ આરોપીઓએ કબૂલાત કરી છે. પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ હાથધરી છે.

   વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલી તિલક પાર્ક સોસાયટીમાં રહેતા વેપારીનું નાણાંની લેવડ-દેવડમાં વકીલ મિત્ર દ્વારા અપહરણ કરી અજ્ઞાત સ્થળે ગોંધી રાખ્યા બાદ હત્યા કરી નાંખી છે. જેઓની લાશ હાલોલ નર્મદા કેનાલ પાસેથી મળી આવી છે. પોલીસે સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેરના હરણી રોડ ઉપર આવેલી -5, તિલક પાર્ક સોસાયટીમાં સુરજભાઇ સુરેશભાઇ શાહ (ઉં..45) પત્ની શ્રૃતિબહેન અને પુત્ર નિલ સાથે રહે છે. સુરજભાઇ શાહ કાર લે-વેચ અને ઇલેકટ્રીકનો વ્યવસાય કરે છે. તેમની પત્ની શ્રૃતિબહેન શાહ જ્યોતિષનો વ્યવસાય કરે છે. જ્યારે પુત્ર નીલ એન્જિનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરે છે.

  25 એપ્રિલે સાંજે 6 કલાકે સૂરજ શાહ તેમના અંગત વકીલ મિત્ર વિજય રાવજીભાઇ રોહિત સાથે નીકળ્યા હતા. મોડી રાત સુધી પરત ફરતા તેમની પત્નીએ તેમનો રાત્રે 9-30 કલાકે ફોન ઉપર સંપર્ક કર્યો હતો. ત્યારે તેમને મેં કહ્યું હતું કે, 26 એપ્રિલે આપણી મેરેજ એનવર્સરી છે. તેના જવાબમાં પતિએ કહ્યું કે, મારે ઘરે આવતા મોડું થશે. તમે જમી લો. આમ ત્યાર બાદ પછી તેઓ પરત ફર્યા ન્હોતા પોલીસે ફરિયાદના આધારે તેમની શોધખોળ ચાલુ કરી દીધી હતી.

   પોલીસને તેમની લાશ હાલોલ નર્મદા કેનાલ પાસેથી મળી હતી. કેસમાં પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં આરોપીઓએ ગુનાની કબુલાત કરી દીધી છે. પૈસાની લેતી દેતીમાં વેપારીની હત્યા થઇ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

(12:27 am IST)