Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

સ્વાઈન ફ્લૂએ ઉનાળામાં પણ માથું ઉચક્યું : છ લોકોએ જીવ ગુમાવ્યો :26 કેસ નોંધાયા

 અમદાવાદ :આકરા ઉનાળામાં પણ સ્વાઈન ફ્લૂએ માથું ઉચક્યું છે સામાન્ય રીતે શિયાળા અને ચોમાસામાં ઠંડા વાતાવરણમાં જોવા મળતી ગંભીર બીમારી સ્વાઇન ફ્લૂ આકરાં ઉનાળામાં જોવા મળ્યો છે. મળતી માહિતી પ્રમાણે ચાલુ વર્ષે ઉનાળાની સિઝનમાં સ્વાઇન ફ્લૂના 26 કેસ નોંધાયા છે. નોંધાયેલા 26 કેસો પૈકી લોકોએ સ્વાઇન ફ્લૂના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામનાર લોકોની ઉમંર આશરે 40ની આજુબાજુની હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વાઇનફ્લૂના H1N1 વાઇરસ શિયાળા અને ચોમાસાના ઠંડા વાતાવરણમાં ફેલાય છે. ઉનાળામાં પણ સ્વાઇન ફલૂના કેસ વધી જતાં કરાયેલા રિસર્ચમાં એવી વાત સામે આવી છે કે, હવે વાઇરસના ગુણધર્મ બદલાતા જાય છે અને અને ઠંડી ઋતુમાં સક્રિય બનતા વાઇરસે ગરમીમાં પણ સક્રિય થવાની ક્ષમતા કેળવી લીધી છે. જે વ્યક્તિ H1N1 વાઇરસના ઇન્ફેક્શનમાં આવી ગઇ હોય, તેના શરીરમાં વાઇરસ સુષુપ્ત અવસ્થામાં પડ્યા હોય છે.

   સમય જતાં દરેક વાતાવરણથી ટેવાઇ જાય છે. સ્વાઇન ફ્લૂથી મૃત્યુ થયા છે તેમાં મોટા ભાગના દર્દીની ઉંમર 45 વર્ષથી વધુ હતી. જેમને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય અથવા તાવ, શરદી,ઉધરસ કે અન્ય બીમારી હોય તેને સ્વાઇન ફ્લૂ થવાની સંભાવના વધી જાય છે. આનાથી બચવા સમયસરનું નિદાન અને ઉપચાર એક માત્ર ઉપાય છે.

(12:36 am IST)