Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ખેડૂતોને રાહત :કાયમી કપાયેલા વીજ જોડાણના બિલ સરકારે કર્યા માફ :7 લાખ ગ્રાહકોને મળશે લાભ :મંત્રી સૌરભ પટેલની જાહેરાત

યોજના 31 ઓગસ્ટ સુધી લાગુ :1 કરોડથી નીચે બિલ ધરાવતાને મળશે યોજનાનો લાભ :સરકાર 443 કરોડની આપશે માફી

અમદાવાદ:રાજ્યના  ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે કાયમી કપાયેલા વીજ જોડાણના બીલ સરકારે માફ કર્યા છે. 1 કરોડથી નીચેના બીલ માટે યોજના લાગુ કરવામાં આવશે. ખેડૂતો અને ઉદ્યોગોને યોજના લાગુ પડશે. 31 ઓગસ્ટ સુધી યાજના લાગુ પડશે.
   ઉર્જા મંત્રી સૌરભ પટેલ દ્વારા કાયમી ધોરણે કપાયેલા વીજ જોડાણો માટે માફી યોજના જાહેર કરવામાં આવેલ છે. તેમણે કહ્યું કે, 7 લાખથી વધારે ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. આ યોજના અંતર્ગત સરકાર 443 કરોડ રૂપિયાની માફી આપશે. 1 કરોડથી નીચેનું બિલ ધરાવતા ગ્રાહકોને આ યોજનાનો લાભ મળશે. ગ્રાહકોએ 3 મહિનામાં આ યોજનાનો લાભ લેવાનો રહેશે.

(8:17 pm IST)