Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

વાપી નજીકના બગવડામાં સમુહલગ્નમાં ચાર બાળલગ્નો અટકાવાયાઃ ૩ કન્યા અને ૧ વરરાજાની ઉંમર નાની હતી

વાપીઃ વલસાડ જિલ્લામાં સમાજ સુરક્ષા વિભાગે વાપી પાસે આવેલા બગવાડામાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં ચાર યુગલોના બાળ લગ્ન થતાં અટકાવ્યા છે. વાપીના સિનિયર સિટિઝન કાઉન્સિલે કુલ 21 યુગલો માટે લગ્નનું આયોજન કર્યું હતું. જોકે, સમાજ સુરક્ષા વિભાગની ટીમની કાર્યવાહીના લીધે માત્ર 17 યુગલો જ લગ્નના માંડવે પહોંચ્યા હતા. બાકીના યુગલો સગિર હોવાથી તેમના લગ્ન અટકાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ સમૂહલગ્નમાં રાજ્યના આદિજાતિ મંત્રી રમણ પાટકર તેમજ જિલ્લાના તમામ ધારાસભ્યો આમંત્રિતને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યારે આ પ્રકારના બાળ વિવાહ અટકાવાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અધિકારીઓએ વહેલા પહોંચી જતા વાપી સિટિઝન કાઉન્સિલનાં પ્રમુખને આ મામલે જાણ કરી હતી. આ ચાર જોડાની ઉંમરના દાખલા માંગ્યા હતા. ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો. તો આ મામલે સિનિયર સિટીઝનના પ્રમુખના કહેવા મુજબ આધારકાર્ડ મુજબ તમામની ઉમરનો દાખલો લેવામાં આવ્યો હતો. સમાજ સુરક્ષા અધિકારીઓ મુજબ 4માંથી 3 કન્યા અને એક વરરાજાની ઉમર નાની હતી.

(6:56 pm IST)