Gujarati News

Gujarati News

News of Tuesday, 1st May 2018

ભાજપ સરકાર ફરીથી એ સાબીત કરવા માંગે છે કે ગુજરાતની ૬ કરોડની જનતા મુર્ખ છેઃ હાર્દિક પટેલની સટાસટી : પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલ પોલીસ દમન અંગે તપાસ શરૂ

રાજકોટઃ પાટીદાર અનામત આંદોલન અંગે પાસના કન્વીનર અને અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલે સરકાર સામે આક્ષેપો કરીને જણાવ્યું છે કે, ભાજપની સરકાર ફરીથી એ સાબીત માંગે છે કે ગુજરાતની ૬ કરોડની જનતા મુર્ખ છે.

હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી ગ્રાઉન્ડમાં થયેલ પોલીસ દમન અંગે તપાસની માંગણી કરતા જણાવ્યું હતું કે, અઢી વર્ષ આ ઘટનાને થયા છે. છતા પણ હજુ સુધી તપાસ પુર્ણ કરવામાં આવી નથી. જે લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ હોય તેવું લાગે છે. તે સમયના કમિશ્નર અને મુખ્ય અધિકારી પ્રમોશનની સાથે દિલ્હીમાં છે.

હાર્દિક પટેલે જણાવ્યું કે આ પ્રકરણમાં દોષીત કોને માનશો. અમીતભાઇ શાહના આદેશથી અત્યાચાર કરવો પડયો હતો. પાટીદારોને સમજાવવા અને લોલીપોપ દેવાનો આપ્રયાસ છે. આ પ્રકરણમાં જે આરોપી છે તેને સજા થવી જ જોઇએ. તેવી માંગણી હાર્દિક પટેલે કરી છે.

દરમિયાન પાટીદાર અનામત આંદોલન દરમિયાન જીએમડીસી મેદાનમાં થયેલ પોલીસ દમન અંગે રાજય સરકાર દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે. પુર્વ જજ કે.એ.પુંજની કમીટી આ બનાવની તપાસ કરશે ઓકટોબર-ર૦૧૭માં સરકારે આ કમીટીની જાહેરાત કરી હતી. અને સાથે સાથે આયોગની પણ રચના કરવામાં આવી હતી. આ પોલીસ દમન પછી રાજયમાં હિંસા ફેલાઇ હતી.

(6:10 pm IST)