Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

સુરતના અડાજણ સ્વામિનારાયણ BAPS મંદિરના એકસાથે 10 સંતો કોરોના સંક્રમિત

સંતોના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ શરૂ :ભક્તોની માહિતી મેળવી ચકાસણી કરાશે.

સુરતમાં BAPSના સંતો કોરોના સંક્રમિત થયા છે. અડાજણ સ્થિત BAPS મંદિરમાં એક સાથે 10 સંતો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર છે. સંતોના સંપર્કમાં આવેલ લોકોનું ટ્રેસિંગ શરૂ કરાયું છે. ભક્તોની માહિતી મેળવી ચકાસણી કરાશે.

સુરત શહેરમાં કોરોનાનું સંક્રમદ રોજબરોજ વધી રહ્યું છે. 25થી વધુ વિસ્તારોમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં ગોપીપુરા, ચોકબજાર, નાનપુરામાં વધુ કેસ સામે આવી રહ્યા છે. સગરામપુરા, બેગમપુરા સહિતના વિસ્તારોમાં પણ કોરોનાના કેસોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યા છે. આ વિસ્તારોમાં વધુ સંક્રમણથી મનપાની ચિંતા વધી રહી છે

આ સાથે સુરતમાં વધુ કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે. સ્મીમેર હોસ્પિટલના 3 ડોક્ટર, નર્સિંગ સ્ટાફને કોરોના થયો છે. સ્મીમેર હોસ્પિટલના કેન્ટીનના 2 કર્મચારી પોઝિટિવ આવ્યા છે. 3 ખાનગી હોસ્પિટલના ડોક્ટર પણ કોરોના સંક્રમિત બન્યા છે. કતારગામના વિજિલન્સ ઓફિસર, 1 કર્મી પોઝિટિવ છે. 18 વિદ્યાર્થી, 5 શિક્ષક, 1 પ્રોફેસર પણ ઝપેટમાં આવી ચૂક્યા છે. તો બેંકના 4 જેટલા કર્મચારી પણ સપડાયા છે. હીરા ઉદ્યોગ સતુંએ સંકળાયેલા 15 વ્યક્તિ પોઝિટિવ નોંધાયા છે. અને ટેક્સટાઇલ ઉદ્યોગના 20 કર્મચારી સંક્રમિત થયા છે. .

(12:26 am IST)