Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

રાજપીપળા નગરપાલિકા દ્વારા ગાર્ડનની ખાણીપીણીની ૫૦ લારીવાળાઓના કરાયા રેપીડ ટેસ્ટ : તમામના રિપોર્ટ નેગેટીવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વૈશ્વિક કોરોના મહામારીને અનુલક્ષીને કોરોનાનું સંક્રમણ અટકાવવા જિલ્લા વહિવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી  કામગીરી અન્વયે  રાજપીપલા નગરપાલિકા દ્વારા આજે તા.૧ લી એપ્રિલ, ૨૦૨૧ના રોજ ધન્વતંરી રથના  માધ્યમથી  નગરપાલિકાના સેનેટરી ઇન્સપેક્ટરોની હાજરીમાં  નગર પાલિકા ગાર્ડની આસપાસના ૫૦ ખાણી પીણીની લારી વાળાઓનો કોરોના રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં, અને આ તમામના રિપોર્ટ નેગેટીવ આવ્યાં હોવાની જાણકારી રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર પરાક્રમસિંહ મકવાણા તરફથી પ્રાપ્ત થઇ છે

(11:16 pm IST)