Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નર્મદા સુગરની ચૂંટણીની મતપેટીઓ રાજપીપળાથી ધારીખેડા લઇ જવા કલેક્ટરનો મનાઈ હુકમ

ગત તારોખ 26 ઓક્ટોબર ના રોજ થયેલી ચૂંટણીની મતગણતરી હજુ થઇ નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ભરૂચ નર્મદા જિલ્લા ના હજારો ખેડૂતોની જીવાદોરી સમાન નર્મદા સહકારી ખાંડ ઉદ્યોગ એટલે કે નર્મદા સુગરની ગત ઓક્ટોબરમાં યોજાયેલ ચૂંટણીની મત ગણતરી હાઇકોર્ટના મનાઈ હુકમ ને કારણે હજુ સુધી થઇ નથી ત્યારે રાજપીપળા થી મતપેટીઓ ધારીખેડા ગામે સુગર ફેક્ટરીના સ્ટ્રોંગ રૂમ માં ખસેડવાનો વિવાદ ઉભો થયો છે જેમાં કલેક્ટર નર્મદા એ મનાઈ ફરમાવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા સુગર ની ગત 26 ઓક્ટોબરના રોજ યોજાયેલ ચૂંટણીની મતગણતરી સબ જ્યુડીશ મેટરને કારણે થઇ શકી નથી ત્યારે મતદાન બાદ મતપેટીઓ રાજપીપળા સરકારી હાઈસ્કૂલ ના સ્ટ્રોંગ રૂમમાં પોલીસ સુરક્ષા હેઠળ નર્મદા સુગરના ખર્ચે રાખવામાં આવી છે,ત્યારે બીજી બાજુ બોર્ડ ની પરીક્ષા આવતી હોય ડી ઈ ઓ એ સુગર સંચાલકો ને નોટિસ પાઠવી મતપેટીઓ હટાવવા જણાવતા આ મતપેટીઓ સુગર ફેક્ટરી ના સ્ટ્રોંગ રૂમ માં રાખવાનું નક્કી કરી સુગરના સંચાલકો એ તે દિવસે ઉમેદવારોને હાજર રહેવા જાહેરનામું પણ પ્રસિદ્ધ કર્યું પરંતુ આ મામલે વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલના હરીફ અને ગુજકોમાસોલના ડિરેક્ટર સુનિલ પટેલ અને તેમની પેનલના ઉમેદવારોએ વાંધો વિરોધ ઉઠાવતા અને વાંધાની રજુઆત ગાંધીનગર ખાંડ નિયામકથી લઇ કલેક્ટર સુધી કરતા દરમ્યાન સંસ્થા ના એમ ડી એ કલેક્ટર નર્મદા ની મંજૂરી માંગી પરંતુ એ હાઇકોર્ટ મેટર છે અને હાઇકોર્ટ મતપેટીઓ સ્થળાંતર નો કોઈ નિર્દેશ કર્યો નથી તેમ જણાવી કલેક્ટરે ડી ઈ ઓ સાથે પરામર્શ કરતા ડી ઈ ઓ એ હાઈસ્કૂલ ના જે રૂમ માં મતપેટીઓ છે તે પ્રશ્નપત્રો મુકવાનો રૂમ છે પણ જો સ્કૂલ ના નવા રૂમ માં નર્મદા સુગર સી સી ટીવી કેમેરા મૂકી આપે તો મત પેટીઓ નો રૂમ ખાલી કરવા ની જરૂર નથી તેમ જણાવતા કલેક્ટર નર્મદા એ સુગર ની અરજી ફગાવી મનાઈ હુકમ આપતા હવે મતપેટીઓ ખસેડાસે નહિ ત્યારે  નર્મદા સુગર ના ચેરમેન નો મતપેટીઓ ખસેડવા ના પ્રયાસો નિષ્ફળ રહ્યા તેવી સભાસદો માં ચર્ચા ચાલી રહી છે.

(11:14 pm IST)