Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૧ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૨૨૭૦ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં ગુરુવારે ૨૧ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં પુરાણી પાર્કમાં ૦૧, શ્રીજીનગર માં ૦૧, પાયગા પોલીસ લાઈનમાં ૦૧, ચિત્રકૂટ સોસાયટીમાં ૦૧, રાજપુત ફળિયા માં ૦૧, ગુજરાત હાઉસિંગમાં ૦૧ તથા નાંદોદના સિસોદ્રા માં ૦૧, ટંકારી મા ૦૧, લાછરસ માં ૦૧, ગોપાલપુરા માં ૦૧ તથા ગરુડેશ્વરના કેવડિયામાં ૦૩ તથા તિલકવાડાના પુછપુરા માં ૦૧, તિલકવાડામાં ૦૩ તથા દેડિયાપાડાના કનબુડી માં ૦૧, દેડિયાપાડામાં ૦૧ તથા સાગબારા ના કુઇદા માં ૦૧ , સેલંબા માં ૦૧ કેસ  સાથે જિલ્લામાં કુલ ૨૧ પોજેટિવ કેસ નોંધાયા છે.

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૦૯ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૧૦૪ દર્દી દાખલ છે, આજે ૩૮ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૨૧૨૪ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંક ૨૨૭૦ પર પહોચ્યો છે.આજે વધુ ૮૬૮ સેમ્પલ ચકાસણી હેઠળ છે

(11:14 pm IST)