Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગરુડેશ્વરના એક ગામની દીકરીએ કોર્ટ મેરેજ કરતા નારાજ પિયરીયા સાથે સમાધાન કરાવતી રાજપીપળા 181 મહિલા હેલ્પલાઇન ટિમ

(ભરત શાહ દ્વાર) રાજપીપળા : ગરુડેશ્વર પાસેના એક ગામમાંથી 19 વર્ષ ની જમનાબેન (નામ બદલેલ છે )નો 181મહિલા હેલ્પલાઇનમા કોલ આવેલ કે તેમના પરિવાર તેમને મારઝુડ કરે છે જેથી રાજપીપળા મહિલા પોલીસ સ્ટેશન સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિવાર અને તેમની દીકરી જમના સાથે સમાધાન કરી સુમેળભર્યા સંબંધો સ્થાપવા મા સફળતા મળી હતી.
મળતી માહિતી મુજબ જમનાબેને તેના પસંદગીના પાત્ર સાથે ત્રણ મહિલા પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા,પરિવારની સંમતિ વગર લગ્ન કરતા તેમનો પરિવાર નારાજ હતો અને તેમની સાથે કોઈપણ વ્યવહાર રાખતા ન હતા.ત્યારબાદ જમનાબેન તેમના ડોક્યુમેન્ટ લેવા તેમના પિતાના ઘરે આવેલ ત્યાં ઉગ્ર બોલાચાલી થઇ, જેથી જમનાબેન ને લાગી આવતા ગળે દુપટ્ટો બાંધી આત્મહત્યાનો પ્રયાસ કરતા પરિવારના લોકોએ તેમને છોડાવી ત્યાંથી નીકળી જવાનું જણાવતા જમનાબેને 181મહિલા હેલ્પલાઇનમા કોલ કરી મદદરૂપ થવા જણાવતા અભયમ ટીમે પરિવારને સાથે બેસાડી કાઉન્સેલિંગ કર્યું જેમાં જમનાબેનના કોર્ટ મેરેજ થઈ ગયા છે જેથી ઝગડો કરવાનો કોઈ અર્થ નથી અને જમનાબેનને પણ જણાવ્યું કે લગ્ન જેવા અગત્યના નિર્ણય કરતા પહેલા પરિવારની સંમતિ જરૂરી છે પરંતુ હવે એકબીજા સાથે શાંતિથી રહેવા જણાવતા અને પરિવારને તેમના ડોક્યુમેન્ટ આપવા સંમત કર્યા બાદ જમનાબેનને સાસરીયામાં જવુ હોવાથી તેમના ગામ મૂકી આવ્યા હતા આમ અભયમ ની દરમિયાનગિરી થી પારિવાર માં સુખદ સમાધાન કરાવ્યું હતું.

(11:00 pm IST)