Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદ એરપોર્ટ પર બબાલ :મહિલાએ બેગ ચેક કરવાની ના પાડી : અધિકારીની દીકરી હોવાનો રોફ જમાવી CISF જવાનને લાફો માર્યો

બેગ સ્કેન ક્લિયર ન થતા CISF જવાને બેગ ચેક કરવા કહેતા મહિલા ઉશ્કેરાઈને જવાનને ફડાકો માર્યો

અમદાવાદમાં અદાણી એરપોર્ટ પર ગુરૂવારે વહેલી સવારે અમદાવાદની મહિલા અને સીઆઈએસેફના જવાન વચ્ચે બેગ ચેક કરવા બાબતે બબાલ થઈ હતી. મહિલાએ બેગ ચેક કરવાની ના પાડીને કહ્યું કે, હું સરકારી અધિકારીની છોકરી છું અને ઝઘડો કર્યો હતો. મહિલા એટલી હદે ઉશ્કેરાઈ કે જવાનને લાફો મારી દીધો હતો. આ ઘટના બાદ ત્યાં હાજર અન્ય લોકો ભેગા થઈ ગયા હતાં. આ બનાવ અંગે સીઆઈએસેફના જવાને એરપોર્ટની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે

અમદાવાદ અદાણી આંતરાષ્ટ્રીય એરપોટ ટર્મિનલ 2 પર મૂળ મહારાષ્ટ્રના અને હાલ અમદાવાદ નરોડામાં રહેતા કલ્પેશ રામટકે (ઉ.47) એ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ સીઆઈએસેફમાં ફરજ બજાવે છે તેમજ તેઓ રોજ રાતે 9 થી સવારે 6 વાગ્યા સુધી એરપોર્ટ પર ફરજ નિભાવે છે. બુધવારે રાત્રે તેમની નોકરી પર હાજર હતા ત્યારે વહેલી સવારે એક મહિલાની બેગ સ્કેન ક્લિયર થતું ન હતું જેથી સ્ટાફના અન્ય વ્યક્તિ તેમને સમજાવી રહ્યા હતા કે તમારી બેગમાં ફોન કે સિકા હશે જેથી તમારી બેગ ક્લિયર થતી નથી જેથી તમારી બેગ ચેક કરવી પડશે.

આ સમયે CISF જવાને તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો પણ આ મહિલા ઉશ્કેરાઈ ગઈ હતી અને સામે જોર જોરથી બોલવા લાગી હતી. જે અંગે મહિલા ગુસ્સે થઈને બેગ નીચે ફેંકી દીધી હતી. જેથી આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. મહિલા વધુ ઉશ્કેરાઈ અને કહ્યું હું સરકારી અધિકારીની છોકરી છું ગુસ્સે થયેલી મહિલાએ કલ્પેશ રામટકેને લાફો મારી દીધો હતો. આ જોઈ લોકો ભેગા થઈ ગયા હતા. કલ્પેશ ભાઈએ આ અંગે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી .

એરપોર્ટ પોલીસે જણાવ્યું હતું કે, લાફો મારનાર થલતેજના મુક્તાનંદ એપાર્ટમેન્ટમાં રહેતી નીલમ અભિનય દવે નામની મહિલાની ધરપકડ કરી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

(10:50 pm IST)