Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

આણંદ:લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉમરેઠ-આણંદ રોડ નજીક જાખલા ગામે વોચ ગોઠવી ટ્રકમાં લઇ જવાતો 56 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

આણંદ:લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગઈકાલે સાંજના સુમારે ઉમરેઠ-આણંદ રોડ ઉપર આવેલા જાખલા ગામ પાસે વોચ ગોઠવીને ટાટા ટ્રકમાં ઈલેક્ટ્રીક સામાનની આડમાં લવાયેલો ૫૬ પેટી વિદેશી દારૂ સાથે ડ્રાયવરને ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠલ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પેટ્રોલીંગ કરી રહેલી એલસીબી પોલીસને માહિતી મળી હતી કે, એક સફેદ કલરની બંધ બોડીની ટાટા ટ્રકમાં ઈલેક્ટ્રીક સામાન (કોમ્પ્રેશર)ની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને વાયા ઉમરેઠથી આણંદ તરફ આવી રહી છે. જેથી એલસીબીની ટીમ જાખલા ગામના બસસ્ટેન્ડ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. દરમ્યાન એક સફેદ કલરની ટાટા ટ્રક નંબર એમએચ-૪૬, બીબી-૨૮૭૭ની આવી ચઢતાં પોલીસે તેને શંકાને આધારે રોકી હતી અને ડ્રાયવરની પૂછપરછ કરતાં તે ગલ્લાતલ્લા કરવા લાગ્યો હતો. જેથી ટ્રકમાં તપાસ કરતા પ્રાથમિક દ્રષ્ટીએ અંદર ઈલેક્ટ્રીક સામાન (કોમ્પ્રેસર)ભરેલા નજરે પડ્યા હતા પરંતુ તેને હટાવીને જોતાં અંદર વિદેશી દારૂની પેટીઓ ભરેલી મળી આવી હતી. જે હેરફેર કરવા અંગે ડ્રાયવર પાસે લાયસન્સની માંગણી કરતાં તેની પાસે નહીં હોવાનું જણાવ્યું હતુ.

(6:15 pm IST)