Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

ગાંધીનગર જિલ્લામાં દારૂની હેરાફેરી અટકાવવા પોલીસની દોડધામ: બાતમીના આધારે વડસરના ભોયણીયાવાસમાં દરોડા પાડી મકાનની ઓરડીમાં સંતાડેલ 68 બોટલ દારૂનો જથ્થો ઝડપવામાં આવ્યો

ગાંધીનગર:શહેર જિલ્લામાં દેશી વિદેશી દારૃની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરવામાં આવી રહી છે ત્યારે સાંતેજ પોલીસે બાતમીના આધારે વડસરના ભોયણીયાવાસમાં દરોડો પાડીને મકાનની ઓરડીમાં સંતાડાયેલો વિદેશી દારૃની ૬૮ બોટલ કબ્જે કરીને ર૭૫૦૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને દારૃ રાખનાર શખ્સની શોધખોળ શરૃ કરી છે.

રાજયમાં દારૃબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહયો છે ત્યારે જિલ્લામાં પણ પોલીસ બાતમીદારોને સક્રિય કરી દેશી વિદેશી દારૃની હાટડીઓ ઉપર દરોડા પાડી રહી છે ત્યારે સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે વડસર ગામમાં ભોયણીયો વાસમાં રણજીતજી ઉર્ફે બાડી કાળાજી ઠાકોર પોતાના ઘર પાસે આવેલી ઓરડીમાં વિદેશી દારૃનો જથ્થો રાખીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે આ સ્થળે દરોડો પાડતાં ઓરડી બહારથી મળી આવેલા મોપેડમાંથી બે વિદેશી દારૃની બોટલ મળી આવી હતી. જયારે ઓરડીમાં તપાસ કરતાં વિદેશી દારૃની ૬૬ બોટલો મળી આવી હતી. પોલીસે દારૃ, મોપેડ મળી કુલ ૬૭૫૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને રણજીતજી ઠાકોરની શોધખોળ શરૃ કરી હતી. તેના ઝડપાયા બાદ જ આ દારૃ કયાંથી લાવ્યો હતો અને કોને કોને વેચતો હતો તે જાણવા મળશે.

(6:15 pm IST)