Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વડોદરામાં અછોડા તોડનો આતંક:બાઈક સવાર ત્રણ યુવકો એક યુવકના હાથમાંથી મોબાઈલ લૂંટી ફરાર

વડોદરા: શહેરમાં અછોડા તોડતી અને ચાલુ બાઇક પર ચીજવસ્તુઓ લૂંટતી ટોળકી વારંવાર ઝળકતી હોય છે.આવા જ એક બનાવમાં બાઇક પર સવાર ત્રણ યુવકો એક યુવકના હાથમાંથી મોબાઇલ ઝૂટવીને ફરાર થઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

   હરણી નજીક દરજીપુરા એરફોર્સ પાસેની એક હોટલ પાસે ગઇકાલે રાતે સાડાઆઠેક વાગે નિમેષ પટેલ (આદિત્ય હાઇટ્સ, ડભોઇ- વાઘોડિયા રિંગરોડ) ફોન પર વાત કરતો હતો ત્યારે એક બાઇક પર આવેલા ત્રણ યુવકો પૈકી પાછળ  બેઠેલા યુવકે ચાલુ  બાઇકે ફોન ઝૂંટવી લીધો હતો.

હરણી પોલીસે ફરાર થયેલા ત્રણેય બાઇક સવારોની તપાસ માટે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ  હાથ ધરી છે.

(6:13 pm IST)