Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

વડોદરા:સાગબારા તાલુકાના મામલતદારમાં કોમ્પ્યુટર ઓપરેટર 2500ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો

 સાગબારા:મામલતદાર કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પાવર ઓફ એટર્નીના કાગળ તૈયાર કરી તેના પર મામલતદારની સહી કરાવવાના બદલામાં રૃા.૨૫૦૦ ની લાંચ લેતા આજે રંગેહાથ ઝડપાઇ ગયો હતો.  

મળતી માહિતી મુજબ સાગબારા તાલુકામાં રહેતો તેમજ એસીબીમાં ફરિયાદ આપનારના કુટુંબની જમીનના ભાગ પાડેલ હોય જેમાં ફરિયાદ આપનારને યોગ્ય ભાગ નહીં મળતા કોર્ટમાં અરજી કરવા માટે પિતા હયાત ન હોવાથી પાવર ઓફ એટર્ની બનાવવા માટેના કાગળો તૈયાર કરી મામલતદારની કચેરીએ જઇ સાગબારા મામલતદાર કચેરી ખાતે કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા સુમિત યશવંત વસાવા(રહે.નવાપાડા તા.સાગબારા)ને મળતા મામલતદારની સહી કરાવી આપવાના અવેજ પેટે ઓપરેટરે રૃ.૨૫૦૦ ની માગણી કરી હતી.

લાંચની રકમ આપવી નહી હોવાથી એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર ફરિયાદ કરતા એસીબીના મદદનીશ નિયામક એસ. એસ. ગઢવીના માર્ગદર્શન હેઠળ આજે નર્મદા એસીબીના પીઆઇ બી.ડી. રાઠવાએ સ્ટાફના માણસો સાથે છટકું ગોઠવતા સુમિત વસાવા રૃા.૨૫૦૦ની લાંચ સ્વિકારતા ઝડપાઇ જતા એસીબીએ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(6:13 pm IST)