Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદના નિકોલમાં રિક્ષામાં જઈ રહેલ યુવકને માર મારી ચપ્પુની અણીએ રાકઃઈ લૂંટારુઓ 16 હજાર લઇ છૂમંતર.......

અમદાવાદ: શહેરનાનિકોલમાં રહેતો યુવક ઓઢવ રિંગ રોડથી રિક્ષામાં બેસીને અડાલજ તરફ જતો હતો. જ્યાં મંગળવારે મોડી રાતે ચાલુ રિક્ષામાં  યુવકને માર મારીને ચાકુની અણીએ રૃા. ૧૬,૦૦૦ની લૂંટ ચલાવી હતી. આ ઘટના અંગે નરોડા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત એવી છ ેકે નિકોલ ચાર રસ્તા પાસે કેનબા હોસ્પિટલ પાસે રાજીપા ગ્રીનલેન્ડ ખાતે રહેતા અન લોડિંગ  ટેમ્પો રીક્ષા ચલાવતા માલારામ રામલાલ બિશ્નોઇ (ઉ.વ.૩૫)ને અડાલજ જવાનું હોવાથી ગઇકાલે રાતે ઓઢવ રિંગ રોડથી ભાડાની રિક્ષામાં જતા હતા જ્યા ચિલોડા સર્કલથી ં ભાટ ટોકનાકા થઇને પસાર થઇ રહ્યા હતા આ સમયે રિક્ષા ચાલકે  સાબરતમી નદીના કિનારે  અંધારામાં રિક્ષા  ઉભી રાખી હતી.

યુવકને માર મારીને ચાકુની અણીએ રોકડા ૧૧,૦૦૦ અને પાંચ હજારના મોબાઇલ સહિત કુલ ૧૬,૦૦૦ની મતાની લૂંટ ચલાવીને રિક્ષા લઇને નાના ચિલોડા તરફ આરોપીઓ ભાગી ગયા હતા. યુવક એક કારમાં બેસીને નાના ચિલોડા તરફ ગય ો હતો જ્યાં આગલ જતી રિક્ષામાં કાર ચાલકે ટક્કર મારીને રોકવા પ્રયાસ કર્યો હતો આ સમયે રિક્ષા બંધપડી જતાં આરોપીઓ રિક્ષા મૂકીને ભાગી ગયા હતા. નરોડા પોલીસે રિક્ષા કબેજ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(6:12 pm IST)