Gujarati News

Gujarati News

News of Thursday, 1st April 2021

અમદાવાદના નારોલમાં 19 વર્ષીય ફેશન ડિઝાઈનર સાથે દુષ્કર્મ આચરનાર વટવા જીમના ટ્રેનર વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: શહેરનાનારોલમાં રહેતી ૧૯ વર્ષીય ફેશન ડિઝાઇનર યુવતી સાથે વટવા જીમ ટ્રેનરે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ તપાસમાં લગ્નની લાલચ આપીને યુવકે જીમના બાથરૃમમાં યુવતી સાથે કૃત્ય આચર્યું હતું. આ ઘટના અંગે નારોલ પોલીસે જીમ ટ્રેનર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

આ કેસની વિગત  છે કે નારોલમાં રહેતી અને ફેશન ડિઝાઇનરનો કોર્ષ કરનારી ૧૯ વર્ષી યુવતીએ વટવામાં રહેતા યુવક સામે ફરિયાદ નોધાવી છે કે યુવતની દુકાન ઉપર  જીમ આવેલું હતું. આ જીમમાં ગત વર્ષે યુવતી કસરત કરવા માટે જતી હતી. જ્યાં વટવામાં રહેતો યુવક જીમ ટ્રેનર તરીકે નોકરી કરતો હતોે, તેની સાથે મુલાકાત થયા બાદ બન્ને ફોન પર એક બીજાના સંપર્કમાં રહેતા હતા. યુવતીએ  જીમ શરૃ કર્યા ના દસ દિવસ બાદ યુવકે લગ્ન કરવાનો વાત કરી હતી જો કે યુવતીએ ઇન્કાર કરતાં તેણ માતા-પિતાને લગ્નની વાત કરીને મનાવી લઇશ તેમ કહ્યું હતું, જો કે  યુવતી તેની વાતોમાં આવી જતાં કોરોનામાં લોક ડાઉન દરમિયાન બન્ને સતત ફોન પર એક બીજાના સંપર્કમાં રહીને વાતચીતો કરતા હતા. ત્યારબાદ પાંચ મહિના પહેલા જીમ ચાલુ થતાં યુવતી જીમમાં કસરત કરવા માટે જતી હતી. જ્યાં યુવકે લગ્નની લાલચ આપીને યુવતીને બાથરૃમમાં લઇ જઇને બાથભીડી દીધી હતી અને યુવતીએ ના પડવા છતાં બલ જબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને તુ ચિંતા કરીશ નહી હુ લગ્નની વાત ચીત તારા માતા-પિતા સાથે કરીશ કહીને અવાર નવાર દુષ્કર્મ આચરતો હતો. તાજેતરમાં યુવતીની દુકાને આવીને ત્યાં પણ દુષ્કર્મ આચર્યું હતું. જો કે  આ સમયે યુવતીની પિતા આવી જતાં ભાંડો ફૂટયો હતો, નારોલ પોલીસે યુવક સામે  દુષ્કર્મ અને સૃષ્ટી વિરુધ્ધ કામનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(6:12 pm IST)